<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે: માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

દક્ષિણ પશ્ચિમ દિશામાંથી 45-55 કિમી પ્રતિ કલાકથી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે

અમદાવાદ :ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર દક્ષિણ પશ્ચિમ દિશામાંથી 45-55 કિમી પ્રતિ કલાકથી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે. ગુજરાતના દરિયાકાંઠે અને તેની બહાર દક્ષિણ પશ્ચિમ દિશામાંથી જેમ કે જખૌ, માંડવી (કચ્છ), મુન્દ્રા, નવા કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા (જામનગર), પોરબંદર અને મૂળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણ જેવા મોજાઓ સાથે સમુદ્ર ઉંચો રહેશે.

  ઉત્તરપૂર્વ અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં 45-55 કિમી પ્રતિ કલાકથી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે. સોમાલિયા કિનારા, દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રના નજીકના ભાગોમાં 45-55 કિમી પ્રતિ કલાકથી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કેરળ કિનારા અને તેની બહાર અને લક્ષદ્વીપ અને નજીકના માલદીવ અને કોમોરિન વિસ્તારોમાં 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉપરોક્ત સમયગાળા દરમિયાન માછીમારોને ઉપરોક્ત વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવે છે.

(1:01 PM IST)