તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
એસટીની જીપીએસ વ્યવસ્થા લકવાગ્રસ્ત, વર્ષે ૧૨ કરોડનું આંધણછતાં બસો લાપતા!
તકનીકી ક્ષેત્રે એસટીની ગાડી રિવર્સ ગિયરમાં : મુસાફરો મોબાઈલમાંથી બસનું લાઈવ લોકેશન ટ્રેક કરી શકતા નથીઃ રાત્રિ મુસાફરી દરમિયાન વેઠવી પડતી મુશ્કેલી

અમદાવાદ,તા.૨૦: ડિજિટલ યુગમાં જીપીએસની મદદથી દુનિયાના કોઈ પણ ખૂણાની લાઈવ લોકેશન ટ્રેક કરી શકાય છે, પણ એસટી બસની નહીં! મુસાફરો કલાકો સુધી સ્ટેન્ડ પર ઉભા રહે છે. પરંતુ બસ ક્યાં પહોંચી છે? તેની ખબર પડતી નથી. દર વર્ષે ૧૨ કરોડનું આંધણ કરાતું હોવા છતાં એસટીની જીપીએસ વ્યવસ્થાને જાણે લકવો લાગ્યો છે. ટ્રેનમાં આવી સુવિધા સારી રીતે ચાલે છે. પરંતુ તેની માફક અહીં મુસાફરો મોબાઈલમાંથી મોટે ભાગે બસનું લાઈવ લોકેશન ટ્રેક કરી શકતા નથી.
એસટી નિગમ દ્વારા સંચાલિત તમામ આઠેક તજાર બસમાં જીપીએસ એટલે ગ્લોબલ પોઝિશનિગ સીસ્ટમ કાર્યરત હોવાનો દાવો કરાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જીપીએસ પાછળ દર વર્ષે ખાનગી કંપનીને રૂ. ૧૧થી ૧૨ કરોડ જેટલી તોતિગ રકમ પણ ચૂકવાઈ રહી છે. હજી એકાદ મહિના પહેલાં જ આ કોન્ટ્રાક્ટ રિન્યુ કરાયો છે. પરંતુ બસ ટ્રેકિગની સુવિયા સુધરવાના બદલે દિવસે ને દિવસે કથળી રહી છે. આજથી દસેક વર્ષ પહેલાં બસોમાં જીપીએસ લાગ્યા હતા તે સમયે ટ્રેકિગ સીસ્ટમ સરખી રીતે કામ કરતી હતી.
દસ વર્ષમાં તકનીકી ક્ષેત્રે હરણફાળ પ્રગતિ થઈ છે. પરંતુ એસટીની ગાડી રિવર્સ ગિયરમાં ચાલી રહી છે. હવે પહેલાંની જેમ મુસાફરો જીએસઆર ટીસીની મોબાઈલ એપ્લિકેશન અથવા વેબસાઈટ પરથી બસનું લાઈવ લોકોશન ટ્રેક કરી શકતા નથી. મોટાભાગે તેમાં એરર આવી જાય છે. લાંબા અને ટ્રાફિકવાળા રૂટ પર બસ મોડી પડતી હોય છે. ત્યારે બસ ટ્રેક ન થઈ શકતા લોકો પરેશાન થઈ જાય છે. જો કે એસટીની મુખ્ય અને ઈન્ટર્નલ સીસ્ટમમાં જીપીએસ કાર્યરત હોઈ શકે છે.
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
