તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
મહેસાણાની મર્ચન્ટ નર્સિંગ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાઈ આત્મહત્યા: પરીક્ષા બાદ ઉઠાવ્યું પગલું, પોલીસ તપાસ શરૂ
નવસારીની યુવતીના મોતથી પરિવારમાં શોક: અન્ય વિદ્યાર્થિની સામે શંકા, આત્મહત્યાનું કારણ અકબંધ

મહેસાણા, તા.૨૪ : મહેસાણા શહેરની મર્ચન્ટ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતી નવસારીની એક નર્સિંગ વિદ્યાર્થિનીએ પરીક્ષા પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. નવસારીમાં રહેતા પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ ઘેરા શોક સાથે મહેસાણા આવવા રવાના થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થિનીએ આટલું આકરું પગલું કેમ ભર્યું તે હજુ રહસ્ય છે. પ્રાથમિક માહિતી મુજબ આત્મહત્યા પાછળ અન્ય એક વિદ્યાર્થિની સામે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ હાલ આત્મહત્યા પાછળનું કારણ જાણવા ઝીણવટભરી તપાસ કરી રહી છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
