<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

વિદ્યાર્થીઓ ‘ઘરના પોલીસ' બનેઃ માતા-પિતાને હેલ્‍મેટ પહેર્યા વિના બહાર ન જવા દેવા આગ્રહ, જિદ્દ કરોઃ હર્ષ સંઘવી

સાક્ષરતાના રંગે જ્ઞાનનું પ્રવેશદ્વારઃ શાળા પ્રવેશોત્‍સવ-૨૦૨૬: સુરતના ખટોદરાની નગર પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધો.૧ના ૩૭૩ ભૂલકાઓને શાળાપ્રવેશ કરાવતા નાયબ મુખ્‍યમંત્રી ખાનગી શાળાઓ છોડી સુરતના ૪૭૦૮ વિદ્યાર્થીઓએ મનપાની સરકારી શાળાઓ પર મૂકયો વિશ્વાસઃ પ્રવેશ મેળવનાર બાળકોનું ઉમળકાભેર સ્‍વાગત કરી રૂમાલ પર કુમકુમ પગલાની છાપ પાડી સ્‍મળતિ ચિન્‍હ તરીકે ભેટ આપવામાં આવીઃ નાયબ મુખ્‍યમંત્રી

સુરત તા.૨૫: સુરત મહાનગરપાલિકા દ્વારા ‘‘પ્રગતિનો શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવ-૨૦૨૬'' અંતર્ગત ખટોદરા કોલોની સ્‍થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-સુરત સંચાલિત શાળા ક્રમાંકઃ ૪૫, ૪૬ અને ૨૭૫ માં નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીએ બાલવાટિકા અને ધો.૧ના ૩૭૩ ભૂલકાઓને કુમકુમ તિલક કરી ઉમળકાભેર શાળામાં પ્રવેશ કરાવ્‍યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ સ્‍નેહભાવ સાથે પોતાના તરફથી બાળકોને ડ્રોઈંગ બુક અને કલરપેન બોક્‍સ સહિતની શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રોત્‍સાહિત કર્યા હતા. નવા પ્રવેશ મેળવનાર બાળકોનું ભવ્‍ય સ્‍વાગત કરી રૂમાલ પર કુમકુમ પગલાની છાપ પાડી સ્‍મળતિ ચિホ તરીકે ભેટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્‍યું હતું કે, બે દાયકાથી વધુની સફળ સફર બાદ આ શાળા પ્રવેશોત્‍સવ ગુણવત્તાસભર શિક્ષણનો મહાયજ્ઞ બની ચૂકયો છે. દીકરાઓ સાથે દીકરીઓ પણ ભણી-ગણીને આગળ વધી સમાજ-રાજ્‍ય અને દેશનું નામ રોશન કરે એવા સામૂહિક પ્રયાસો કરવા સૌ આગળ આવે તે જરૂરી છે.

શિક્ષણની સાથે સંસ્‍કાર અને જીવન મૂલ્‍યોનું સિંચન કરવા પર ભાર મૂકતા નાયબ મુખ્‍યમંત્રી હર્ષ સંઘવીએ બાળકોને મોબાઈલ અને માત્ર પુસ્‍તકિયા જ્ઞાનથી દૂર રાખી રમતા-હસતા શીખવવા શિક્ષકો-વાલીઓને અપીલ કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને સ્‍વચ્‍છતા અને સુરક્ષાના પાઠ ભણાવતા જણાવ્‍યું હતું કે, વિદ્યાર્થીઓએ જાગળત બની, પરિવારના સભ્‍યોને સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગળત્ત કરી ઘર-આંગણા અને મહોલ્લામાં પણ સ્‍વચ્‍છતાનો આગ્રહ રાખવો જોઈએ, કચરો કચરાપેટીમાં જ નાંખીએ, જેથી બીમારીઓથી બચી શકાય.

તેમણે વાહન વ્‍યવહારમાં સુરક્ષાના મહત્‍વને સમજાવતા વિદ્યાર્થીઓને ‘ઘરના પોલીસ' બનવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, જો આપણા માતા-પિતા હેલ્‍મેટ પહેર્યા વિના બહાર જતા હોય, તો તેમને અટકાવો અને હેલ્‍મેટ પહેર્યા વિના બહાર ન જવા દેવા આગ્રહ-જિદ્દ કરો. કારણ કે માતા-પિતાનું જીવન અમૂલ્‍ય છે. આપણી થોડી બેદરકારી જીવનને જોખમમાં મૂકી દે છે. વધુમાં, જનપ્રતિનિધિઓ, શાળાના સ્‍ટાફને શાળા પરિસરને ગ્રીન અને ક્‍લીન રાખવા સતત કાળજી લેવા સૂચના આપી હતી, જેથી સુરતની શાળાઓ આદર્શ શૈક્ષણિક સંકુલ બની રહે.

આ પ્રસંગે મેયર  માયાબેન માવાણી, મ્‍યુ.કમિશનર એમ.નાગરાજન, નગર પ્રા.શિ. સમિતિના અધ્‍યક્ષ રાજેન્‍દ્રભાઈ કાપડિયા, જિલ્લા શિક્ષણ અધિકારી ડો.ભગીરથસિંહ પરમાર, મનપા શાસનાધિકારી ધર્મેશ પટેલ,  કોર્પોરેટરો, ન.પ્રા.શિ. સમિતિના સભ્‍યો, સામાજિક આગેવાનો, દાતાઓ, આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્‍યામાં વાલીઓ અને પ્રવેશ પામનાર નાના ભૂલકાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. ઉધના દરવાજા પાસે, એપલ હોસ્‍પિટલની પાછળ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ખટોદરા કોલોની સ્‍થિત જયપ્રકાશ નારાયણ પ્રા.શાળા ક્રમાંક-૪૫ માં બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર ૨૬ કુમાર, ૨૪ કન્‍યા (કુલ ૫૦), ધો.૧માં ૪૩ કુમાર, ૩૪ કન્‍યા (કુલ ૭૭), શ્રી મોતીભાઈ અમીન પ્રા. શાળા ક્રમાંક-૪૬ માં બાલવાટિકામાં ૨૭ કુમાર, ૨૪ કન્‍યા (કુલ ૫૧), ધો.૧ માં ૪૮ કુમાર, ૨૮ કન્‍યા (કુલ ૭૬) તેમજ  અબ્‍બાસ તૈયબજી પ્રા.શાળા ક્રમાંક-૨૭૫ માં બાલવાટિકામાં ૧૩ કુમાર, ૨૮ કન્‍યા (કુલ ૪૧) અને ધો.૧ માં ૨૯ કુમાર,૪૯ કન્‍યા (કુલ ૭૮) એમ કુલ ૩૭૩ ભૂલકાઓએ શાળાપ્રવેશ મેળવી શિક્ષણપથ પર પા..પા.. પગલી માંડી હતી.

(3:58 PM IST)