<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

સ્‍ટેશનરીના રીટેઇલ વેપારીઓના પ્રશ્‍નો અંગે શિક્ષણમંત્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત

રાજકોટ તા. ૨૮ : ધ સ્‍ટેશનરી ડિસ્‍ટ્રીબ્‍યુટર એસોસિયેશન સૌરાષ્‍ટ્ર તથા ગુજરાતના અલગ અલગ શહેરના એસોસિયેશન દ્વારા રીટેઇલ નાના વેપારીઓને લગતા પ્રશ્‍નોને વાચા આપવા ગુજરાત રાજ્‍યના શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા તેમજ શ્રીમતી રિવાબા જાડેજાને રાજયના અલગ અલગ શહેરના વેપારીઓએ રુબરુ મુલાકાત લઈ આવેદનપત્ર આપ્‍યું હતું.

આ સાથે ગુજરાત રાજ્‍ય શાળા પાઠ્‍યપુસ્‍તક મંડળના અધિકારીશ્રી ચૌધરી સાહેબને પણ રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્‍યું હતું.

જેમાં પાઠ્‍યપુસ્‍તક મંડળ દ્વારા ફર્માફેરના પુસ્‍તકો તથા બદલાયેલા અભ્‍યાસક્રમના પ% પુસ્‍તકો સરકાર દર વર્ષે વેપારીઓ પાસેથી પરત લેવાનો નીયમ કરાર મુજબ છે. પરંતુ બે વર્ષથી આ પ્રક્રિયા કોઈ પણ કારણસર બંધ કરવામાં આવી હોય જે ફરી શરૂ કરવા અને એક વર્ષથી વધુ સમયથી વેપારીઓને તેનું વળતર મળેલ ન હોય તે અપાવવા માંગણી મુકવામાં આવી છે.

ઉપરાંત વિધાર્થીઓના હિત માટે પાઠ્‍યપુસ્‍તકના કાગળની તથા બાઇડીંગની ગુણવત્તા સુધારવા તેમજ સરકાર દ્વારા અભ્‍યાસક્રમ બદલાવાનો હોય ત્‍યારે કોઈ પણ આગોતરી જાણ કર્યા વગર અભ્‍યાસક્રમ બદલાવી નાખવામાં આવે છે જેનાં કારણે ગુજરાતના હજારો વેપારીઓ પાસે વધેલા કરોડો રૂપિયાના પુસ્‍તકો પસ્‍તી થાય છે. જેથી કોઈ પણ અભ્‍યાસક્રમના ફેરફારની એક વર્ષ અગાઉ જાણ કરવામાં આવે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવા સુચન કરાયુ છે.

પાઠ્‍યપુસ્‍તકની કીમત રૂ. પાંચના ગુણાંક માં રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે.સરકાર દ્વારા આ વર્ષથી વિદેશી કંપની એમેઝોન સાથે એમ.ઓ.યુ. કરીને વિધાર્થીઓને પુસ્‍તકો ઘર સુધી પહોંચાડવા આયોજન કરવામાં આવ્‍યું છે. જે વાસ્‍તવિક રીતે શકય નથી. એક તરફ ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી લોકલ ફોર વોકલની પ્રણાલીને મજબૂત બનાવવા પ્રયત્‍નો કરે છે. ત્‍યારે ગુજરાત સરકાર દ્વારા વિદેશી કંપની સાથે કરાર કરી ગુજરાતના હજારો પુસ્‍તક વિક્રેતાઓને ધંધામાં બેરોજગારી વધારવાના પ્રયત્‍ન કેટલે અંશે વ્‍યાજબી ગણાય? આ બાબતે ફેરવિચારણા કરવા આવેદનપત્રના અંતમાં રજુઆત કરાઇ છે.

આ રજુઆતમાં ધ સ્‍ટેશનરી ડિસ્‍ટ્રીબ્‍યુટર એસોસિએશન સૌરાષ્‍ટ્રના પ્રમુખ અતુલભાઇ દક્ષીણી (મો.૯૪૨૯૦ ૯૮૧૩૯), મંત્રી નેહલભાઇ શાહ (મો.૯૮૨૪૫ ૧૩૧૧૪), ઉપપ્રમુખ હિતેનભાઇ દોશી (મો.૯૪૨૮૪ ૬૬૭૧૨), ખજાનચી આનંદભાઇ મણીયાર (મો.૯૮૨૪૩ ૪૧૯૪૩), સલાહકાર સમિતિના કિરીટભાઇ મહેતા (જામનગર), સહમંત્રી શૈલેષભાઇ ફડદુ, કારોબારી સભ્‍યો રાજકોટના મનીષભાઇ ચોકસી, પરમભાઇ દોશી, રુવીરભાઇ જોબનપુત્રા, પરેશભાઇ લાઠીયા, જયભાઇ કેશરીયા, ધવલભાઇ કોઠારી, ભાવનગરના કલ્‍પેશભાઇ પારેખ, દેવેન્‍દ્રભાઇ ગોહીલ, કીન્નરભાઇ પારેખ, જામનગરના મનોજભાઇ મેવાવાળા, સાગરભાઇ સેજપાલ, પોરબંદરના કેતનભાઇ ધીનોજા, હિતેશભાઇ ઉનડકટ, જુનાગઢના વીરેનભાઇ શાહ, બીજલભાઇ પટવા, અજયભાઇ રાવલ, અમરેલીના જયેશભાઇ માવદીયા, બીમલભાઇ રાજા, ધોરાજીના ચેતનભાઇ ગાંધી, મોરબીના તરંગભાઇ ભોજાણી, ભાવેશભાઇ શાહ, અરવિંદભાઇ પટેલ, વેરાવળના વીરેનભાઇ શાહ, સુરેનદ્રનગરના રીશીતભાઇ શાહ, નેમીષભાઇ શાહના નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ બહોળી સંખ્‍યામાં સ્‍ટેશનરી ડીસ્‍ટ્રીબ્‍યુટર એસો.ના સભ્‍યો સાથે જોડાયા હતા.

(2:48 PM IST)