તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૯ શનિવાર
News of Tuesday, 15th September 2026
સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા : ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના એક આરોપીને મહારાષ્ટ્રના અંબરનાથથી ઝડપી પાડ્યો
રાહુલ ભાટિયા અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું

સુરત ક્રાઈમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના એક આરોપીને મહારાષ્ટ્રના અંબરનાથ ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપી અજયસિંગ ઠાકુરની ધરપકડ સાથે વરાછાના કુબેરનગર સુંદર એપાર્ટમેન્ટમાંથી થયેલી રૂ. 2.15 લાખની મત્તાની ચોરીનો ભેદ ઉકેલાયો છે.
આ ઉપરાંત ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ગુનો પણ ઉકેલવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ગેંગનો માસ્ટરમાઇન્ડ ત્રિલોક ઉર્ફે રાહુલ ભાટિયા હોવાનું સામે આવ્યું છે. રાહુલ ભાટિયા અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે અને ગેંગના માસ્ટરમાઇન્ડ ત્રિલોક ઉર્ફે રાહુલ ભાટિયા સહિત અન્ય સાગરીતોની શોધખોળ શરૂ કરી છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
