તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
રોટરી ક્લબ ઓફ બરોડા, જવાહર નગર દ્વારા એક્સિલન્સ એવોર્ડ કાર્યક્રમનું સફળ આયોજન કરાયુ
કાર્યક્રમ દરમિયાન અરુણ મહેશ બાબુ સાહેબના હસ્તે રજત નેગીને મેડલ તથા પ્રશંસાપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા

(ભરત શાહ દ્વારા ) નર્મદા :વડોદરા શહેરના સૂર્યા પેલેસ હોટલ ખાતે રોટરી ક્લબ ઓફ બરોડા જવાહર નગર દ્વારા ભવ્ય એક્સિલન્સ એવોર્ડ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અરુણ મહેશ બાબુ, વડોદરા મહાનગરપાલિકાના કમિશનર તથા બ્રિગેડિયર ઝાલા તથા મિતેશ વાડીયા, પ્રમુખ, રોટરી ક્લબ ઓફ બરોડા, જવાહનગરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે એન.સી.સી. એરફોર્સના લીડિંગ ફ્લાઇટ કેડેટ રજત નેગીને એવોર્ડ પસંદગી સમિતિ દ્વારા એક્સિલન્સ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અરુણ મહેશ બાબુ સાહેબના હસ્તે રજત નેગીને મેડલ તથા પ્રશંસાપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રજત નેગીએ દરજીપુરા એરસ્ટેશન ખાતે યોજાયેલા એન.સી.સી. કેમ્પમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. ઉપરાંત, તેમણે બેંગ્લોર ખાતે આયોજિત ઓલ ઇન્ડિયા વાયુસેના કેમ્પમાં પણ પોતાની પસંદગી નોંધાવી હતી. આ કેમ્પ દરમિયાન તેમના સર્વોત્તમ પ્રદર્શન બદલ તેમને વિશેષ સન્માન પ્રાપ્ત થયું હતું.
આ સન્માન પ્રાપ્ત કર્યા બાદ રજત નેગીએ આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે, સ્કૂલ અને કોલેજના સમયમાં એન.સી.સી. સાથે જોડાઈને જીવનમાં અનુશાસન, દેશપ્રેમ અને ફરજ પ્રત્યેની સમજ વિકસાવવી અત્યંત જરૂરી છે. આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં પ્રેરણા જગાડવાનો અને દેશસેવાના ભાવને પ્રોત્સાહન આપવાનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
