હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 20th May 2026
સાપુતારાના વાતાવરણમાં અચાનક પલટો :ડુંગરો પર ધુમ્મસની ચાદરો પથરાઈ :કાશ્મીર જેવો માહોલ
વાસીઓને ગરમીથી મોટી રાહત :આહલાદક અને મનમોહક વાતાવરણ સર્જાતા પ્રવાસીઓ કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યા છે

ગુજરાતના હિલ સ્ટેશન તરીકે વિખ્યાત ડાંગ જિલ્લાના સાપુતારાના વાતાવરણમાં અચાનક પલટો આવતા પ્રવાસીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. ડુંગરો પર ધુમ્મસની ચાદર પથરાતાં સમગ્ર વિસ્તાર મિની કાશ્મીર જેવો દેખાઈ રહ્યો છે. ભર ઉનાળામાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જેના કારણે પ્રવાસીઓને ગરમીથી મોટી રાહત મળી છે. આહલાદક અને મનમોહક વાતાવરણ સર્જાતા પ્રવાસીઓ કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યા છે
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
