<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

યાત્રાધામ અંબાજીમાં અચાનક હવામાનમાં પલટો : વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે સાર્વત્રિક વરસાદ

ધોધમાર વરસાદના કારણે અંબાજી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા: કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને યાત્રાળુઓને હાલાકી

યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે સાર્વત્રિક વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદના કારણે અંબાજી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જ્યારે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને યાત્રાળુઓને હાલાકી ભોગવવી પડી હતી. જોકે, આ વરસાદને પગલે સમગ્ર વાતાવરણમાં ગુલાબી ઠંડક પ્રસરી જતાં લોકોને ભારે ઉકળાટ અને ગરમીમાંથી મોટી રાહત મળી હતી

(11:05 PM IST)