<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

ગુજરાતના તમામ મહાનગરોના સીપી બનવાનો સુધીરસિન્‍હાનો રેકોર્ડ આખરે અનુપમસિંહ ગેહલોતે વર્ષો પછી તોડ્‍યો...

ગુજરાતના મુખ્‍ય પોલિસ વડા પછી અમદાવાદ પોલીસ કમિશનર ટોપ મોસ્‍ટ પોસ્‍ટ છેઃ આ સ્‍થાને પહોચવાનું દરેક IPS નું સ્‍વપ્‍ન હોય છે ત્રણ વર્ષ અગાઉ ગુજરાતની ટોચના મહાનુભાવો દ્વારા તેમને અમદાવાદ મુકવાનો નિર્ણય કરેલો, એ સમયે, કેન્‍દ્રની ટોપ ઓથોરિટી અલગ રણનીતિ પર કાર્ય કરતી હતી, આખરે નિયતી એ જે નક્કી કરેલ, તે અમદાવાદમા રથયાત્રા જેવા કોઈએ સ્‍વપને પણ ન વિચાર્યુ હોય તેવા સમયે ઓર્ડર થતા સહુ આશ્‍ચર્યચકિત બન્‍યા સુરતવાસીઓ અને ખુદ નાયબ મુખ્‍યમંત્રી પ્રજા, પોલીસ અને પ્રેસના પ્રિય આ લોકપ્રિય IPS સુરત હજુ યથાવત રહે તેમ ઇચ્‍છતા હતા, પરંતુ ગુજરાતના એક ટોચના નેતાએ તેમને આવી તક મળતી હોય ત્‍યારે તેમને હોંશે હોંશે અમદાવાદ જવા શુભેચ્‍છાઓ સાથે મોકલવા વ્‍યક્‍ત કરેલ લાગણી સાથે સહુ સહમત થયાઃ ભીતરી કથા...

રાજકોટ, તા.૨: આખરે અનેક નામોની ચર્ચાઓ અને અટકળો વચ્‍ચે અમ્‍દાવાદના પોલીસ કમિશનર તરીકે પોલીસ અને પ્રજામાં ખૂબ લોકપ્રિય એવા ips અને સુરતના પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પસંદગી અચાનક કરી દેવામાં આવી છે.

 પ્રજાને પીડતા માથાભારે તત્‍વોને પાસામાં પુરી દેવામાં ગુજરાતભરમાં વિક્રમ સર્જનાર આ સિનિયર ips રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારના ખૂબ નજીક હોવા  છતાં નાનામાં નાના માણસ પ્રત્‍યે કોઈ જાતના એટિટયૂડ બતાવ્‍યા વાગર સંબંધો રાખવા માટે જાણીતા છે. રાજકોટમાં એક અપરાધીનું પોલીસ દ્વારા એ એ એનકાઉન્‍ટર થયું. ગમે તે બન્‍યું આ મામલમાં એક કલાસ, ૨ અધિકારીને જેલ સજા થયેલ.

જેલ પિરિયડ દરમિયાન એ અધિકારીના પરિવારને કોઈ આર્થિક મુશ્‍કેલી ના પડે તે માટે આખી વ્‍યવસ્‍થા ગોઠવી અને પોતાના વિશાળ સંબંધનો ઉપયોગ કરી નામાંકિત વકીલોની  સુવિધા કરી  આપેલ. તેમની સાથેના સ્‍ટાફને પણ મદદરૂપ બનેલ.

સુરતમાં  પોલીસ, પ્રજા અને પ્રેસના સંકલનથી જબબર  પકડ ડ ધરાવતા આ અધિકારીને ગુજરાતની ટીચની નેતાગીરી અઢી વર્ષ પહેલા લીધેલ, એ સમયે હાલના ગુજરાતના મુખ્‍ય પોલિસ વડા જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક કેન્‍દ્રમાં હતા, કેન્‍દ્રીય નેતાગીરી તેમની યશસ્‍વી કામગીરી અંતર્ગત ગુજરાતમાં મોટી જવાબદારી આપવા ઇચ્‍છતી હતી,  આ જવાબદારી પહેલા તેમને ખૂબ મોટા અને અટપટા શહેર અર્થાત અમદાવાદ સીપી બનવવા ઇચ્‍છતી હોવાથી છેલ્લા દિવસોમાં નિર્ણંય ચેન્‍જ થયો અને જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક સીપી બન્‍યા, જી. એસ. મલ્લિક કેન્‍દ્રની અને સ્‍ટેટ ગવરમેન્‍ટની રણનીતિ મુજ્‍બ મુખ્‍ય પોલીસ વડા બન્‍યા, અને રાજ્‍ય સરકારે કેન્‍દ્ર સાથે તાજેતરમાં ચર્ચા કરી, અનુપમસિંહ ગેહલોતને મૂળ યોજના મુજબ અમદાવાદ સીપી બનાવી દીધા. સુરતમાં જે જડબેસલાખ કંટ્રોલ કરવાને કારણે સુરતના લોકો, વ્‍યાપારી,  વિવિધ સંગઠનો ઉદ્યોગપતીઓ  અને ખુદ હર્ષભાઈ પણ અનુપમસિંહજી સુરત હજુ એક વર્ષ રહે તેમ ઇચ્‍છતા હતા, પણ ચોક્કસ રણનીતિ મુજ્‍બ અમદાવાદ સીપી બને અને તેમને સારી  તક મળતી હોવાથી લીલી ઝંડી આપી દીધેલ

(3:17 PM IST)