હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઠપ!
બે-બે મહિનાથી અરજીઓ લટકતા અરજદારો પરેશાન : નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે પ્રમાણપત્રોની તાત્કાલિક જરૂરત હોય ત્યારે તંત્રની ધીમી ગતિની ગંભીર સમસ્યા

અમદાવાદ,તા.૧૯ : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા માર્ચ ૨૦૨૬માં ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી સુગમ ડિજિટલ ગુજરાત પહેલ પ્રારંભિક તબક્કામાં જ પ્રશ્નો હેઠળ આવી રહી છે.નાગરિકોને સરળ અને ઝડપી સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શરૂ કરાયેલી આ યોજના હાલ વહીવટી ઢીલાશના કારણે મુશ્કેલીમાં મુકાઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે
સરકારની જાહેરાત મુજબ ‘સુગમ ડિજિટલ ગુજરાત અંતર્ગત રાજ્યની સૌથી વધુ માંગ ધરાવતી ૨૦ સરકારી સેવાઓ સંપૂર્ણપણે ઓનલાઈન કરી હતી. નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર ઘરેથી જ સેવાઓ મળી રહે. આ ઓનલાઈન સેવાઓમાં સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા એસસી, એસટી, ઓબીસી જાતિના પ્રમાણપત્રો,નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ અને ઈ.ડબલ્યુ.એસ પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે. મહેસૂલ વિભાગ હેઠળ આવકના દાખલા અને મહેસૂલી દસ્તાવેજોની પ્રમાણિત નકલો ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરી હતી. તે ઉપરાંત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા નવું રેશનકાર્ડ, નામ ઉમેરવું કેરદ કરવુ, વિગતોમાં સુધારા તેમજ ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવાની સેવાઓ પણ ઓનલાઈન શરૂ કરી હતી. કાયદા વિભાગ હેઠળ રેડી એફિડેવિટ જેવી સુવિધા શરૂ કરી નાગરિકોને વકીલ કે કચેરીના ચક્કરથી મુક્તિ અપાવવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ વાસ્તવિક સ્થિતિ તદ્દન વિપરીત હોવાનુ અરજદારો જણાવી રહ્યા છે.
છેલ્લા બે મહિનાથી આવકના દાખલા સહિત અનેક પાયાની સેવાઓ માટે કરવામાં આવેલી ઓનલાઈન અરજીઓ પેન્ડિંગ & હોવાનું સામે આવ્યુ છે. અરજી કર્યા બાદ લાંબા સમય સુધી પોર્ટલ પર કોઈ સ્ટેટસ અપડેટ થતું નથી અને સંબંધિત વિભાગ તરફથી સંતોષકારક જવાબ પણ મળતો નથી. વિદ્યાથીઓને એડમિશન અને સ્કોલરશિપ માટે તેમજ સામાન્ય નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે આવકના દાખલા અને જાતિ પ્રમાણપત્રોની તાત્કાલિક જરૂર હોય છે. ત્યારે સિસ્ટમની ધીમી ગતિ લોકો માટે ગંભીર સમસ્યા બની છે. કાયદા વિભાગની રેડી એફિડેવિટ સેવાસમય અને ખર્ચ બચાવશે એવી આશા હતી.
પરંતુ અરજીઓ મંજૂર જ થતી ન હોવાથી ડિજિટલ સેવાનો હેતુ અધૂરો રહી ગયો હોવાનું અરજદારોનું કહેવું છે.નાગરિકો હવે માંગ કરી રહ્યા છે કે મુખ્યમંત્રીની આ મહત્વાકાંક્ષી પહેલનો તંત્ર દ્વારા અસરકારક અમલ થાય અને ઓનલાઈન અરજીઓના સમયસર નિકાલ માટે કડક મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
