<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

પૂરક પરીક્ષાનું પરિણામ : ધો.૧૦નું ૩૩.૦પ% ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું ર૭.૩૬% ધો.૧ર સામાન્‍ય પ્રવાહનું ૬૦.૮૬% પરીણામ

ગુજરાત માધ્‍યમિક-ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર

રાજકોટ, તા. ૩:  ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત જૂન માસમાં લેવાયેલ ધો. ૧૦-૧ર ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે વેબસાઇટ ઉપર જાહેર થયું છે. જેમાં ધો. ૧૦ નું ૩૩.૦પ% ધો. ૧ર વિજ્ઞાનપ્રવાહનું ર૭.૩૬%, ધો. ૧ર સામાન્‍ય પ્રવાહનું ૬૦.૮૬ ટકા પરિણામ જાહેર થયું છે.

ધો. ૧૦

એસ.એસ.સી. પરીક્ષા જૂન (પૂરક) ૨૦૨૬નું પરિણામ આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પરીક્ષા રાજ્‍યના જિલ્લા મથકો ઉપર લેવામાં આવેલ હતી, જેમાં ફેબ્રુઆરી-માર્ચ-૨૦૨૬ની પરીક્ષામાં અનુત્તીર્ણ હોય તે પૈકી જૂન (પૂરક) ૨૦૨૬ પરીક્ષા માટે ૧૨૧૪૩૯ પરીક્ષાર્થીઓ નોંધાયેલ હતા, નોંધાયેલ પરીક્ષાર્થીઓમાંથી ૯૩૩૨૧ ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્‍થિત રહ્યા હતા, જે પૈકી ૩૦૮૪૫ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. આમ, જૂન (પૂરક) ૨૦૨૬ પરીક્ષાનું સમગ્ર રાજ્‍યનું પરિણામ ૩૩.૦૫ ટકા આવેલ છે.

ધો. ૧ર સામાન્‍ય પ્રવાહ

એચ.એસ.સી. પરીક્ષા જૂન (પૂરક) ૨૦૨૬ સામાન્‍ય પ્રવાહનું પરિણામ આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પરીક્ષા રાજ્‍યના જિલ્લા મથકો ઉપર લેવામાં આવેલ હતી, જેમાં ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ ની પરીક્ષામાં અનુત્તીર્ણ હોય તે પૈકી જૂન (પૂરક) ૨૦૨૬ પરીક્ષા માટે ૪૦,૨૩૩ પરીક્ષાર્થીઓ નોંધાયેલ હતા, નોંધાયેલ પરીક્ષાર્થીઓમાંથી ૩૩,૯૪૪ ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્‍થિત રહ્યા હતા, તે પૈકી ૨૦,૬૫૮ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. આમ, જૂન (પૂરક) ૨૦૨૬ પરીક્ષાનું સમગ્ર રાજ્‍યનું પરિણામ ૬૦.૮૬ ટકા આવેલ છે.

ધો.૧ર વિજ્ઞાન પ્રવાહ

એચ.એસ.સી. પરીક્ષા જૂન (પૂરક) ૨૦૨૬ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પરીક્ષા રાજ્‍યના જિલ્લા મથકો ઉપર લેવામાં આવેલ હતી, જેમાં ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ ની પરીક્ષામાં અનુત્તીર્ણ હોય તે પૈકી જૂન (પૂરક) ૨૦૨૬ પરીક્ષા માટે ૧૮,૫૪૯ નોંધાયેલ પરીક્ષાર્થીઓ માંથી ૧૬,૧૨૦ ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્‍થિત રહ્યા હતા, જે પૈકી ૪,૪૧૧ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. આમ, જૂન (પૂરક) ૨૦૨૬ પરીક્ષાનું સમગ્ર રાજ્‍યનું પરિણામ ૨૭.૩૬ ટકા આવેલ છે.

(1:02 PM IST)