તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Friday, 17th July 2026
દમણ નજીકથી અઝરબૈજાનના એક વિમાનમાંથી ડિસ્ટ્રેસ સિગ્નલ મળતા સુરત એરપોર્ટ પર ભારે દોડધામ
એરપોર્ટ પર તાત્કાલિક ઇમર્જન્સી પ્લાન લાગુ: એરપોર્ટ પર તમામ ઇમર્જન્સી એજન્સીઓને હાઇ એલર્ટ પર

દમણ નજીકથી અઝરબૈજાનના એક વિમાનમાંથી ડિસ્ટ્રેસ સિગ્નલ મળતા સુરત એરપોર્ટ પર ભારે દોડધામ મચી ગઈ હતી. સેટેલાઇટ મારફત વિમાન મુશ્કેલીમાં હોવાનું એલર્ટ મળતાની સાથે જ એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)ને સૂચના મળી હતી. આ સૂચના બાદ એરપોર્ટ પર તાત્કાલિક ઇમર્જન્સી પ્લાન લાગુ કરવામાં આવ્યો હતો.
એરપોર્ટ પર તમામ ઇમર્જન્સી એજન્સીઓને હાઇ એલર્ટ પર મૂકી દેવામાં આવી હતી. સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઇએસએફ), ફાયર ફાઇટર્સ અને મેડિકલ ટીમને રનવે લાઇન પર તૈનાત કરવામાં આવી હતી. દમણ નજીક દરિયાઈ વિસ્તારમાં પ્લેનની ચોક્કસ સ્થિતિ જાણવા માટે કોસ્ટ ગાર્ડ સાથે પણ સંકલન સાધવામાં આવ્યું હતું.
આ એલર્ટ મળતા જ એરપોર્ટ ઓથોરિટી તુરંત એલર્ટ મોડ પર આવી ગઈ હતી. અઝરબૈજાનના વિમાનમાંથી મુશ્કેલીનો સંદેશ મળતા કંઈક અજુગતું બન્યું હોવાની આશંકાએ તંત્ર સક્રિય બન્યું હતું. તમામ સેવાઓ અત્યારે હાઇ એલર્ટ પર છે અને સંબંધિત એજન્સીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
