News of Thursday, 16th April 2026
સુરત એરપોર્ટ પર 14 મેથી રન-વેની કેપેસિટી ડબલ થઈ ફ્લાઈટનું ટેકઓફ-લેન્ડિંગ વધુ ઝડપે બનશે
સુરત એરપોર્ટ પર રન-વેની સ્લોટ કેપેસિટી 10-12થી 20-25 ફ્લાઇટ થશે: એરપોર્ટ પર 5 નવા એરક્રાફ્ટ પાર્કિંગ અને 2 પેરેલલ ટેક્સી ટ્રેક શરૂ થશે

સુરત એરપોર્ટ પર હાલ ફ્લાઇટે રન-વે પર યુ-ટર્ન લેવો પડતો હતો, જે હવે ટેક્સી ટ્રેકથી સીધી એપ્રોન પર જઈ શકશે. વળી, રન-વે ખાલી થવાનો સમય ઘટી જતાં કેપેસિટી બમણી થઈ ફ્લાઈટનું વેઈટિંગ ઘટી જશે. આ સાથે જ 5 નવા પાર્કિંગ સ્ટેન્ડ ઉપલબ્ધ થતાં વધુ ફ્લાઈટ સાથે નાઈટ હોલ્ટ કરી શકશે.
સુરત એરપોર્ટ પર 14 મેથી 5 નવા એરક્રાફ્ટ પાર્કિંગ અને 2 પેરેલલ ટેક્સી ટ્રેક શરૂ થતાં ઓપરેશનલ કેપેસિટી વધી જશે. હાલ ફ્લાઇટે રન-વે પર યુ-ટર્ન લેવો પડતો હતો, જે હવે ટેક્સી ટ્રેકથી સીધી એપ્રોન પર જઈ શકશે. વળી, રન-વે ખાલી થવાનો સમય ઘટી જતાં કેપેસિટી બમણી થઈ ફ્લાઈટનું વેઈટિંગ ઘટી જશે. આ સાથે જ 5 નવા પાર્કિંગ સ્ટેન્ડ ઉપલબ્ધ થતાં વધુ ફ્લાઈટ સાથે નાઈટ હોલ્ટ કરી શકશે.
સુરત એરપોર્ટ પર રન-વેની સ્લોટ કેપેસિટી 10-12થી 20-25 ફ્લાઇટ થશે
સુરત એરપોર્ટ પર ક્ષમતા રન-વે ઓક્યુપન્સી ટાઈમ પર નિર્ભર છે. હાલ ટેક્સી ટ્રેક ન હોવાથી વિમાન બેક-ટ્રેક લેતું હોવાથી રન-વે 180થી 240 સેકન્ડ બ્લોક રહેતો હતો. હવે ટેક્સી ટ્રેકથી ફ્લાઇટ 60થી 90 સેકન્ડમાં જ રન-વે ખાલી કરી દેશે. સુરત એરપોર્ટ પર રન-વેની સ્લોટ કેપેસિટી કલાકે 10-12થી વધીને 20-25 ફ્લાઇટ થશે. 5 નવા સ્ટેન્ડ મળતાં ફ્લાઇટના સમય સંચાલન અને ભાડામાં સ્થિરતા લાવશે.
સુરત એરપોર્ટ પર 5 નવા એરક્રાફ્ટ પાર્કિંગ અને 2 પેરેલલ ટેક્સી ટ્રેક શરૂ થશે
સુરત એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થયા બાદ યુ-ટર્નની જગ્યાએ સીધી એપ્રેન પર પહોંચી શકશે
1. પેસેન્જરને લાભ:
{ ફ્લાઈટ મોડી થવી ઘટશે.
{ નવા શહેરોની ફ્લાઈટ મળશે.
{ સવારના સારા ટાઈમિંગ મળશે.
2. એરપોર્ટને લાભ:
{ રન-વેની ક્ષમતા બમણી થશે.
{ ટ્રાફિક મેનેજમેન્ટ સરળ બનશે.
{ સંચાલન ક્ષમતા વધશે.
3. એરલાઇન્સને લાભ:
{ ઈંધણના ખર્ચમાં બચત થશે.
{ વેઈટિંગ ઘટતાં ફ્લાઈટ્સ વધશે
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
