તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
સુરત બેંક લૂંટઃ ૧૪ કરોડની લૂંટના બિહાર જેલમાં બંધ માસ્ટર માઈન્ડ દ્વારા પ્લાન તૈયાર થયેલઃ અનુપમસિંહ ગેહલોત
ચૂંટણીમાં પોલીસ વ્યસ્ત હોય સમયે દેશના વિવિધ ભાગોમાં મોટી લૂંટ ચલાવવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતા બિહારના કુખ્યાત કુંદન ભગતે કોઇ પુરાવા ન રહે તેવી સોલિડ યોજના બનાવી, પણ ક્રાઈમ બ્રાન્ચ અધિકારીઓ, સ્ટાફ ચાર ચાસણી ચઢિયાતા પુરવાર થયાઃ અકિલા સમક્ષ ઐતિહાસિક લૂંટની દિલધડક દાસ્તાન અકિલા સમક્ષ પોલીસ કમિશનર વર્ણવે છે : એડી પોલીસ કમિશનર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં આંતરરાષ્ટ્રીય કોન્ટેક્ટ ધરાવતા ડીસીપી ભાવેશ રોજિયા ટીમના એસ.સેન. પરમારના ટેકનિકલ સર્વેલેનસ આધારે ઉતરપ્રદેશના એસીપી કિરણ મોદીના સંકલનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજસિંહ ઝાલા સહિતની ટીમોનું ઉતરપ્રદેશના આવું હતું મેગા ઓપરેશન

રાજકોટ, તા.૭: સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોત તથા એડિશનલ પોલીસ કમિશનર શ્રી કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તથા ડીસીપી શ્રી ભાવેશ રોજીયા ના નેતળત્વમાં એસીપી શ્રી કિરણ મોદીના સંકલનમાં ક્રાઈમ બ્રાન્ચે રાષ્ટ્રીય સ્તરની સરાહનીય કામગીરી કરી બતાવી છે.
ગત તા. ૨૯/૦૪/૨૦૨૫ ના રોજ વરાછા SBI બેંકમાં ૫૦ લાખની લૂંટ આચરનાર બિહારની કુખ્યાત ‘કુંદન ભગત'ગેંગના બે સભ્યોને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયરાજસિંહ ઝાલા તથા તેમની ટીમે ઉત્તરપ્રદેશ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. પરમાર દ્વારા મેળવાયેલ ટેકનિકલ સર્વેલન્સ માહિતી આધારે ૧૫૦૦ કિમીનો પીછો કરી અયોધ્યા તથા ગોંડાથી ઝડપી પાડયા હતા.
પોલીસ કમિશનરનું નિવેદનઃ આ અંગે પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોત એ ‘‘અકિલા'' સમક્ષ પોલીસ ઓપરેશનની ભીતરી કથા વર્ણવતા જણાવ્યું કે, ‘‘દહેરાદૂનમાં ૧૪ કરોડની લૂંટને અંજામ આપનાર કુંદન ભગતે બિહારની જેલમાં બેઠાબેઠા આખી લૂંટનો માસ્ટર પ્લાન તૈયાર કરી, પોલીસ વ્યસ્ત હોય તેવા સમયે જ ત્રાટકવાની મોડસ ઓપરેન્ડીનો સુરતમાં અમલ કરવાનો પ્રયોગ કર્યો હતો, પણ ક્રાઈમ બ્રાન્ચના અમારા પ્રયોગ કર્યો હતો, પણ ક્રાઈમ બ્રાન્ચના અમારા અધિકારીઓ અને સ્ટાફ તેનાથી ચાર ચાસણી ચઢિયાતા પુરવાર થયા છે.''
ખાસ વાતઃ ગેંગનો માસ્ટરમાઈન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હાલ પટના બેઉર જેલમાં NIA ના કેસમાં બંધ હોવા છતાં જેલમાંથી સમગ્ર ઓપરેશન ચલાવતો હતો. આરોપીઓએ નવેમ્બર ૨૦૨૩માં દેહરાદૂનમાં ૧૪ કરોડની જ્વેલરી લૂંટને પણ અંજામ આપ્યો હતો.
ટેકનિકલ તપાસઃ ક્રાઈમ બ્રાન્ચે ૧૦૦૦થી વધુ CCTV ફૂટેજ, ટાવર ડેટા તથા હ્યુમન ઈન્ટેલિજન્સ આધારે તપાસ કરી ચોરીની બાઈકો, નકલી નંબર પ્લેટ તથા આરોપીઓના મોબાઈલ લોકેશન ટ્રેસ કરી આ સફળતા મેળવી છે. ટેકનિકલ સર્વેલન્સ ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી.
સારઃ આંતરરાજ્ય સંકલન અને વૈજ્ઞાનિક ઢબે થયેલી આ કાર્યવાહીથી આંતરરાજ્ય ગુનાખોર નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ સિદ્ધિથી નાગરિકોમાં પોલીસ તંત્ર પ્રત્યે વિશ્વાસ વધુ દૃઢ બન્યો છે
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
