News of Saturday, 12th September 2026
સુરત ક્રાઈમ બ્રાંચની મોટી કાર્યવાહી: ઈ-સ્ટેમ્પના નામે ૬૭ લાખની ઠગાઈ કરનાર દંપતી ઝડપાયુ
જમીનના દસ્તાવેજ માટે લીધા ૬૭.૪૪ લાખ, સ્ટેમ્પ અન્ય વ્યક્તિને ઈસ્યુ કરી નાણાં અંગત વપરાશમાં વાપર્યા: ડીસીબીમાં ગુનો દાખલ

સુરત, તા.૧૨ : સુરત શહેર ક્રાઈમ બ્રાંચે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા ઈ-સ્ટેમ્પ વેંડર દંપતીને ઝડપી પાડી રિમાન્ડ મેળવ્યા છે.
સને-૨૦૨૫ ના વર્ષમાં ફરિયાદીશ્રીને જમીન ખરીદ કરવા અંગે ઈ-સ્ટેમ્પની જરૂર પડતા તેઓએ ૧૫, જાળનગર સોસાયટી પહેલો માળ, જૂનુ સુડા ભવનની બાજુમાં નાનપુરા સુરત ખાતે ‘સલોની આર. મેવાવાલા’ નામથી સરકારના એજન્ટ તરીકે જનરલ સ્ટેમ્પ વેંડરનું લાયસન્સ ધરાવનાર સલોની મેવાવાલા તથા રામકૃષ્ણ મેવાવાલાનો સંપર્ક કરી જમીનના દસ્તાવેજ માટે રૂપિયા ૬૭,૪૪,૮૦૦/- ના ઈસ્ટેમ્પ ખરીદ કરવાની વાત કરતા બંનેએ ઈસ્ટેમ્પ મળી જશે તેવો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો.
ફરિયાદી પાસેથી સ્ટેમ્પ વેંડરે પોતાના STOK HOLDING CORPORATION OF INDIA LIMITED ના ખાતામાં રૂપિયા ૬૭,૪૪,૮૦૦/- જમા કરાવી લીધા હતા. જમા લીધેલ રકમના સ્ટેમ્પ અન્ય વ્યક્તિને ઈસ્યુ કરી તેમાંથી મેળવેલ રૂપિયા પોતાના અંગત ઉપયોગમાં લઈ ફરિયાદીશ્રીને ઈસ્ટેમ્પ કે રીફંડ પરત નહિ આપી એકબીજાની મદદગારી કરી વિશ્વાસઘાત કરેલ હોય તે અંગે ફરિયાદીશ્રીએ તા.૧૦/૦૮/૨૦૨૬ ના રોજ ફરિયાદ આપતા બંને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે.
દાખલ કરવામાં આવેલ ગુનો.સુરત શહેર ડી.સી.બી. પોલીસ મથક ગુ.ર.નં. ૧૧૨૧૦૦૧૫૨૬૦૧૨૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ. ૩૧૬(૨), ૩૧૬(૫),૫૪ મુજબ.
આરોપીઓની વિગત સલોની રામકૃષ્ણ મેવાવાલા ઉ.વ.૩૨ રહેવાસી. ઘર નંબર ૫, શીલ્પી સોસાયટી, સોના હોટલની બાજુમાં, પાલનપુર પાટીયા રાંદેર રોડ સુરત,રામકૃષ્ણ કીરીતકુમાર મેવાવાલા ઉ.વ. ૩૬ રહેવાસી. ઘર નંબર ૫, શીલ્પી સોસાયટી, સોના હોટલની બાજુમાં, પાલનપુર પાટીયા રાંદેર રોડ સુરત
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સુરત શહેર પાલ પોલીસ મથકમાં ગુ.ર.નં. ૧૧૨૧૦૦૬૫૨૬૦૨૮૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ. ૩૧૬(૨), ૩૫૧ (૨) મુજબ.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
