<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

ચોટીલાથી સુરત રિક્ષામાં પહોંચી વૃદ્ધાના કાન કાપતી ગેંગના દંપતીને સુરત ક્રાઈમ બ્રાન્‍ચે માળિયા પહોંચી દબોચી લીધા...

અનુપમસિંહ ગેહલોત અભિયાનઃ ‘નો વોન્‍ટેડ ઇન સુરત ક્રાઈમ' હેઠળ ક્રાઈમ બ્રાન્‍ચને વધુ એક સફળતા.. : એડિશનલ પોલીસ કમિશનર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયાની ટીમના પી.આઈ. જે.એન. ઝાલા સ્‍ટાફ સાથે સૌરાષ્‍ટ્ર પહોંચી ઝડપી લીધા : સુરેન્‍દ્રનગરથી સુરત સુધી દેકારોઃ વૃદ્ધાને ધમકી આપી, ૩ ગ્રામ સોનાની લૂંટ કરી કાન કાપી નાખનાર દંપતી આખરે સુરત ક્રાઈમ બ્રાન્‍ચના સકંજામાં

રાજકોટ, તા.૧: સુરત ક્રાઈમ બ્રાન્‍ચને વધુ એક સફળતા મળી છે. ૅનો વોન્‍ટેડ ઇન સુરત ક્રાઈમ અભિયાન અંતર્ગત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના અને એડિશનલ પોલીસ કમિશનર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિયાની ટીમ સક્રિય બની હતી. ચોટીલા પંથકના એક દંપતીએ રીક્ષા ભાડે કરી સુરેન્‍દ્રનગરથી સુરત સુધી અનેક સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કર્યા હતા. એકલી રહેતી વળદ્ધાઓને બુટ્ટી આપી દો નહીંતર મારી નાખીશૅ એવી ધમકી આપી, કાન કાપીને પણ સોનાની લૂંટ કરતા હતા. લાલગેટ વિસ્‍તારમાં એક વળદ્ધા પાસેથી ૩ ગ્રામ સોનાની લૂંટના ગુનામાં આ દંપતી વોન્‍ટેડ હતું. પી.આઈ. જે.એન. ઝાલા સ્‍ટાફ સાથે સૌરાષ્‍ટ્રના સાયલા અને માળિયા પંથકમાં તપાસ કરી આરોપી દંપતીને ઝડપી લીધું છે. એક સપ્તાહમાં સુરત ક્રાઈમ બ્રાન્‍ચે ત્રીજી મોટી સફળતા મેળવી હેટ્રિક નોંધાવી છે. આરોપીઓની વધુ પૂછપરછ ચાલુ છે અને અન્‍ય ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શકયતા છે.

(2:23 PM IST)