<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર પીડિતોને ત્વરિત રાહત આપવા કામગીરી વેગવંતી કરાઈ : ૧૧મી જુલાઈના રોજ ૬ તાલુકાના ૨૮૭૭ લાભાર્થીઓને રૂ. ૬૫.૨૧ લાખથી વધુની આર્થિક સહાય ચૂકવાઈ

કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેની સાથે આર્થિક વળતર આપવાની પ્રક્રિયા તેજ : સૌથી વધુ પ્રભાવિત ઉધના તાલુકામાં માત્ર કેશડોલ્સ પેટે જ રૂ. ૧૪.૯૯ લાખથી વધુની રોકડ સહાયનું વિતરણ કરાયું

સુરત: સુરત શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં તાજેતરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખીને, રાજ્ય સરકારના દિશા-નિર્દેશો અનુસાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને ત્વરિત આર્થિક રાહત આપવાની કામગીરી અત્યંત વેગવંતી બનાવવામાં આવી છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારના સીધા માર્ગદર્શન હેઠળ તા. ૧૧મી જુલાઈના રોજ શહેરના છ અસરગ્રસ્ત તાલુકાઓમાં કુલ ૨૮૭૭ લાભાર્થીઓને કુલ રૂ. ૬૫.૨૧ લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવામાં આવી છે.

 

 સાંજના ૬:૦૦ વાગ્યા સુધીમાં ૧૯૧૮ કુટુંબોને રૂ. ૧૭.૨૬ લાખની કેશડોલ્સ ચૂકવાઈ:

આજરોજ હાથ ધરવામાં આવેલી વહીવટી કામગીરી અંતર્ગત સાંજના ૬.૦૦ વાગ્યા સુધીમા શહેરના ૬ અસરગ્રસ્ત તાલુકા વિસ્તારોમાં કુલ ૧૯૧૮ લાભાર્થી કુટુંબોને ત્વરિત આર્થિક રાહત પૂરી પાડવા માટે રૂ. ૧૭.૨૬ લાખથી વધુની કેશડોલ્સ સહાય ચૂકવવામાં આવી છે. જેની તાલુકાવાર વિગતો નીચે મુજબ છે:

  કતારગામ તાલુકો: ૮૪ અસરગ્રસ્તોને રૂ. ૭૫,૬૦૦ની સહાય.

  મજુરા તાલુકો: ૮૬ લાભાર્થીઓને રૂ. ૭૭,૪૦૦ની સહાય.

  અબ્રામા તાલુકો: ૮૨ લાભાર્થીઓને રૂ. ૧૩,૮૦૦ની સહાય.

  ઉધના તાલુકો: સૌથી વધુ ઉધના તાલુકામાં ૧,૬૬૬ અસરગ્રસ્તોને રૂ. ૧૪.૯૯ લાખથી વધુની રોકડ કેશડોલ્સ સહાય ચૂકવીને પૂરપીડિતોને આફતના સમયે મોટી રાહત આપવામાં આવી છે.

 

 ૯૫૯ અસરગ્રસ્ત લાભાર્થીઓને રૂ. ૪૭.૯૫ લાખની ઘરવખરી સહાયનું વિતરણ:

વિશેષ રૂપે, આજે દિવસ દરમિયાન સર્વેની કામગીરીની સાથે-સાથે વહીવટી તંત્ર દ્વારા ઘરવખરી સહાય પણ ચૂકવવામાં આવી છે. તા. ૧૧મી જુલાઈના રોજ સાંજેના ૬.૦૦ વાગ્યા સુધીમા ૯૫૯ અસરગ્રસ્ત લાભાર્થીઓને તેમના ઘરના સામાન અને ઘરવખરીના નુકસાનના વળતર પેટે કુલ રૂ. ૧૭,૯૫,૦૦૦ની રોકડ રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં તાલુકાવાર વિતરણ આ મુજબ રહ્યું છે:

  કતારગામ તાલુકો: ૪૨ પરિવારોને રૂ. ૨.૧૦ લાખની સહાય.

  મજુરા તાલુકો: ૪૩ પરિવારોને રૂ. ૨.૧૫ લાખની સહાય.

  અબ્રામા તાલુકો: ૪૧ પરિવારોને રૂ. ૨.૦૫ લાખની સહાય.

  ઉધના તાલુકો: મુખ્ય અસરગ્રસ્ત એવા ઉધના તાલુકામાં ૮૩૩ પરિવારોને રૂ. ૪૧.૬૫ લાખની ઘરવખરી સહાય ચૂકવવામાં આવી છે.

 

વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે પૂરથી પ્રભાવિત વિસ્તારોમાં નાગરિકોને ઝડપથી ન્યાય મળી રહે તે માટે હજુ પણ સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ રાખવામાં આવી છે.

(10:48 PM IST)