<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st June 2026

સુરત જિલ્લા અને નવસારી શહેરના વાતાવરણમાં પલટો : અનેક સ્થળોએ ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ

બારડોલી નગરના સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ, ગાંધીરોડ, ધામરોડ સહિતના વિસ્તારોમાં વરસાદ: ઇટાળવા, જલાલપોરમાં વરસાદી ઝાપટા પડ્યા

દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લા અને  નવસારી શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુરત જિલ્લાનાં અનેક સ્થળોએ ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. બારડોલી નગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બારડોલી નગરના સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ, ગાંધીરોડ, ધામરોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. વરસાદ શરૂ થતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી. નવસારી શહેરમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. ઇટાળવા, જલાલપોરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવસારીમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે.

(5:55 PM IST)