<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

સુરતઃ એમેઝોનની ડિલિવરી પ્રોડક્ટ્સ બદલીને છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ: પાલ પોલીસે આરોપીઓને ઝડપ્યા

આરોપીઓ પાસેથી રૂ.1.83 લાખની કિંમતનો Apple iPhone 17 Pro 1TB, 8TB SanDisk હાર્ડડિસ્ક સહિત રૂ.3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

સુરતઃ એમેઝોનની ડિલિવરી પ્રોડક્ટ્સ બદલીને છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ છે. પાલ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી ગેંગના આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં આરોપીઓ ઓનલાઈન મંગાવેલા અસલી સામાનની અદલાબદલી કરી તેમાં ડમી પ્રોડક્ટ્સ મૂકીને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1.83 લાખની કિંમતનો Apple iPhone 17 Pro 1TB, 8TB SanDisk હાર્ડડિસ્ક સહિત રૂ.3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની છેતરપિંડીના કારણે કંપનીને રૂ.8 લાખથી વધુનું નુકસાન થયું હતું. કંપનીના મેનેજરને શંકા જતા પાલ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(6:50 PM IST)