<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

સુરતમાં ACBની ટ્રેપમાં ઓલપાડ સીટી સર્વે કચેરીના શિરેસ્તેદાર 3000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

ફરિયાદીના અસીલની મિલ્કતના પ્રોપર્ટીકાર્ડમાં નામ ચઢાવવા કરેલી 3 અરજીઓની નોંધો પ્રમાણિત કરવા એક અરજી પર કામ કરવા લાંચ માંગી હતી.

સુરતમાં  ACBની ટ્રેપમાં ઓલપાડ સીટી સર્વે કચેરીના શિરેસ્તેદાર 3000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. આરોપી નિલેશ પાંડવ સિટી સર્વે કચેરી ઓલપાડમાં વર્ગ 3ના કર્મચારી શિરેસ્તેદાર તરીકે કામ કરે છે. ફરિયાદીના અસીલની મિલ્કતના પ્રોપર્ટીકાર્ડમાં નામ ચઢાવવા કરેલી 3 અરજીઓની નોંધો પ્રમાણિત કરવા એક અરજી પર કામ કરવા લાંચ માંગી હતી. અરજી દીઠ 1000 લેખે કુલ 3000ની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા ન માંગતા ACBનો સંપર્ક કર્યો હતો. છટકા દરમિયાન આરોપી નિલેશ પાંડે 3000 સ્વીકારતા સ્થળ પર જ પકડાયો. સીટી સર્વે સુપ્રિટેનડેન્ટની ચેમ્બર બહાર ખુલ્લા પેસેજમાં લાંચ સ્વીકારતા નિલેશ પાંડવ ઝડપાયો. આરોપી પાસેથી 3000ની રકમ રિકવર કરવામાં આવી.હતી 

(8:46 PM IST)