તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
સુરત હાઇવે પર કોઠડા ફ્લાયઓવર પર અકસ્માત: ચાર બાળક સહીત 8 ઘાયલ
તડકાથી બચવા કાચ પર ઓઢણી નાંખવાના પ્રયાસમાં કાર રેલિંગ સાથે અથડાઇ,

સુરતના પાંડેસરામાં રહેતો ગવાણે પરિવાર મહારાષ્ટ્રના દોંડાઈચામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરતો હતો. ત્યારે કાર ધુલે-સુરત હાઇવે પર કોઠડા ફ્લાયઓવર પરથી કાર પસાર થઇ રહી હતી ત્યારે ચાલુ ગાડીએ તડકાથી બચવા માટે વિન્ડશિલ્ડ (કાચ) પર ઓઢણી નાખવાના પ્રયાસમાં ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી પુલની રેલિંગ સાથે અથડાઈ હતી.કાર રેલવે ટ્રેક પર ખાબકતા બચી ગઇ હતી આ અકસ્માતમાં 4 બાળકો સહિત પરિવારના 8 સભ્યોને ઈજા પહોંચી છે
અકસ્માતમાં કારના આગળના ભાગના કુરચા બોલી ગયા હતા. સદનસીબે, રેલિંગ મજબૂત હોવાથી કાર ફ્લાયઓવરની નીચે આવેલા રેલવે ટ્રેક પર ખાબકી નહોતી, અન્યથા મોટી જાનહાનિ થઈ હોત. ઈજાગ્રસ્તોની ચીસાચીસ સાંભળી સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 મારફતે તમામને નવાપુર ખસેડ્યા હતા.
ઈજાગ્રસ્તો : ભારતી પ્રવીણ ગવાણે (30) અને સુમન લક્ષ્મણ ગવાણે (55). મધુકર ગવાણે (ડ્રાઈવર), છાયા ગવાણે, તેમજ ચાર બાળકો તન્વી (10), ચંદન (9), પ્રેમ (8) અને લકી (2)ને ઇજા પહોંચી હતી. જેમાં 2 મહિલા ગંભીર રીતે ઘવાઇ હતી.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
