તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
સુરત જિલ્લાના કડોદરા પાસેથી ત્રણ વાહન ચોર ઝડપી પાડતી સુરત એલ સી બી
LCBએ વાહન ચોર ટોળકીના ૩ સાગરીતો પાસે થી કામરેજના બે ગુના ઉકેલ્યા : 80 હજારનો મુદ્દામાલ જપ્ત

સુરત : વાહન ચોરીના વધતા બનાવોને અંકુશમાં લેવા માટે મોટી કાર્યવાહી કરવાનો આદેશ સુરત એસ પી રાજેશ ગઢીયા કર્યો હતો. કડોદરા વિસ્તારમાંથી વાહન ચોર ટોળકીના ત્રણ સાગરીતોને સુરત ગ્રામ્ય LCB પોલીસે ઝડપી પાડવામાં સફળ થઇ હતી જયારે વહનચોરો પુછપરછ દરમિયાન કામરેજ પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલ્યો હતો
સુરત જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા સુરત ગ્રામ્ય વિસ્તારમાં વાહન ચોરી અટકાવવા માટે વિશેષ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ સુરત LCB શાખા સક્રિય કરાઈ હતી તેમના બાતમીદાર નેટવર્ક આધારે ત્રણ વાહનચોર પકડવમાં સફળ થઇ હતી
દક્ષિણ ગુજરાતના રેન્જ આઈ.જી. પ્રેમ વીર સિંહ અને એસ.પી. રાજેશ ગઢિયાની સૂચના મુજબ, LCBના ઈન્ચાર્જ પી.આઈ. એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત હતી. LCBના પીએસઆઈ એચ.સી. મસાણી અને તેમની ટીમના એ.એસ.આઈ. શૈલેષભાઇ, હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઇ તથા પ્રહલાદસિંહને કડોદરા નક્ષત્ર સોસાયટી પાસે ચોરીના બાઇક સાથે કેટલાક ઇસમો ઉભા હોવાની બાતમી મળી હતી.
ઉપરોઘ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક વોચ ગોઠવી સ્થળ પરથી ત્રણ શંકાસ્પદ ઇસમોને પકડી પાડ્યા હતા. તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેમની પાસેથી મળી આવેલા બે મોટરસાયકલ કામરેજ તાલુકાના પરબ ગામ ખાતેથી ચોરી કરવામાં આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં પવનકુમાર રામતિરથ પાંડે (ઉ.વ. ૨૧ )( રહે. જલારામ નગર, કડોદરા, મૂળ યુ.પી.), મુન્નોભાઈ રમેશભાઇ વડદોરીયા (ઉ.વ. ૧૯ )( રહે. આરાધના લેક ટાઉન, જોળવા, મૂળ રાજકોટ) અને રાકેશભાઇ પ્રેમસિંગ ચિતોડિયા (ઉ.વ. ૨૩ )( રહે. જલારામ નગર, કડોદરા, મૂળ મોરબી/હૈદરાબાદ) નો સમાવેશ થાય છે. આરોપી પવનકુમાર અગાઉ કોસંબા પોલીસ મથકમાં પણ વાહન ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ ૮૦,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં ૭૦,૦૦૦ રૂપિયાની કિંમતના બે ચોરી કરેલા મોટરસાયકલ અને ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.
આ કાર્યવાહી દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ નોંધાયેલા બે ગુનાઓનો ઉકેલ આવ્યો છે. સુરત ગ્રામ્ય પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ વાહન ચોરી ની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
