News of Friday, 15th May 2026
સુરત મેટ્રોના કોરિડોર-2 પર ભેંસાણથી અડાજણ ગામ સુધીના 6.5 કિલોમીટર લાંબા રૂટ પર ટ્રાયલ રનનો ધમાકેદાર પ્રારંભ
કોરિડોર-2 પર હવે આગામી 500 કલાક સુધી ટ્રેનનું સઘન ટેસ્ટિંગ હાથ ધરાશે: GMRC અને GEC દ્વારા તમામ ટેકનિકલ પાસાઓની તપાસ કરાશે

સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી હવે ઝડપી ગતિએ આગળ વધી રહી છે. સુરત મેટ્રોના કોરિડોર-2 પર ભેંસાણથી અડાજણ ગામ સુધીના 6.5 કિલોમીટર લાંબા રૂટ પર ટ્રાયલ રનની ધમાકેદાર શરૂઆત કરવામાં આવી છે. આ રૂટ પર આવેલા 7 સ્ટેશનોના સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થતાં ટ્રાયલ શરૂ કરાઈ છે. હાલમાં મેટ્રો પ્રોજેક્ટની 75 ટકાથી વધુ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. કોરિડોર-2 પર હવે આગામી 500 કલાક સુધી ટ્રેનનું સઘન ટેસ્ટિંગ હાથ ધરાશે, જેમાં GMRC અને GEC દ્વારા તમામ ટેકનિકલ પાસાઓની તપાસ કરવામાં આવશે.
બીજી તરફ કોરિડોર-1 પર 29 માર્ચથી ટ્રાયલ રન પહેલેથી જ પ્રગતિમાં છે. ટૂંક સમયમાં RDSO અને CMRS દ્વારા ફાઈનલ સેફ્ટી ઇન્સ્પેક્શન પણ કરવામાં આવશે. આશરે ₹12,020 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલો સુરત મેટ્રો પ્રોજેક્ટ શહેરના વિકાસ માટે ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
