<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

સુરતના સાંસદ મુકેશ દલાલે સુરતને સ્પર્શતા વિવિધ પ્રશ્નોની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને મળીને વિસ્તૃત રજૂઆત કરી

કીમ રેલવે સ્ટેશન પર એસ્કેલેટર બનાવવાની કામગીરી ધીમી:જામનગર અને વડોદરા વચ્ચેની ટ્રેનને ઉત્તરાયણ રેલ્વે સ્ટેશન અથવા સુરત રેલ્વે સ્ટેશન સુધી લંબાવવામાં આવે

સુરતના સાંસદ મુકેશ દલાલે સુરતને સ્પર્શતા વિવિધ પ્રશ્નોની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને મળીને વિસ્તૃત રજૂઆત કરી હતી 

તેઓએ જણાવ્યું હતું કે, કીમ રેલવે સ્ટેશન પર એસ્કેલેટર બનાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ ખૂબ જ ગોકળગધીએ ચાલી રહી છે. જેને કારણે પેસેન્જરને ઘણી પરેશાની વહેંચવી પડે છે તો આ કામમાં તીવ્ર ગતિ લાવવાની સૂચના કરવામાં આવે. ઉપરાંત બંને બાજુએથી રેલવે પાટા ક્રોસ કરતી વખતે ઘણા અકસ્માતો સર્જાય છે જે પૈકી ઘણા જીવલેણ પણ નિવડે છે તો સ્ટેશનની બંને બાજુએ એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી લોકો ફાટક નહીં કરી શકે. ઉપરાંત રેલ્વે સ્ટેશન અલ્ટરનેટ અંડર પાસ પણ બનાવવામાં આવે જેથી લોકો બે રોકટોક સલામત રીતે નીચેથી રસ્તો ક્રોસ કરી શકે. સુરત અને ભરૂચ ની વચ્ચે ઔદ્યોગિક શૈક્ષણિક અને સામાજિક રીતે કીમ ખૂબ જ મહત્વનું રેલવે સ્ટેશન હોય પહેલા જે એક્સપ્રેસ તેનો બંધ કરી દેવામાં આવી છે તે ફરી સ્ટોપેજ આપવામાં આવે.
ટ્રેન નંબર 19203 બાંદ્રા વેરાવળ એક્સપ્રેસ જે 941 કિલોમીટરના રૂટમાં વડોદરા બોટાદ લાઠી જેતપુર જુનાગઢ જેવા ઘણા મહત્વના શહેરો કવર કરે છે તે હાલ માત્ર સાપ્તાહિક જ ચાલે છે. ગીર સોમનાથ જેવા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો પર ટુરિઝમ માટે પણ આ ટ્રેન ખૂબ ઉપયોગી છે. ઉપરાંત આ રૂટ પર પડતા શહેરોના આશરે પાંચ થી સાત લાખ લોકો સુરતમાં રહેશે. તો તેઓની સગવડ માટે આ ટ્રેન ઓછામાં ઓછી દર બીજા દિવસે દોડાવી જોઈએ. ઉપરાંત મારી વારંવારની રજૂઆત છે કે ટ્રેન નંબર 22960 જામનગર વડોદરા ઇન્ટરસિટી ટ્રેન જે હાલ જામનગર અને વડોદરા વચ્ચે ચાલે છે તેને ઉત્તરાયણ રેલ્વે સ્ટેશન અથવા સુરત રેલ્વે સ્ટેશન સુધી લંબાવવામાં આવે જેથી સુરતમાં વસતા જામનગરની અને તેની આજુબાજુના આશરે ત્રણથી ચાર લાખ લોકોને તેનો લાભ મળી શકે.
પ્રત્યુતરમાં રેલ્વે મંત્રીએ સાનુકૂળ પ્રત્યાઘાત આપતા ટીમ રેલવે સ્ટેશનને દરબાર બનાવવાની શક્યતા તાકીદે ચકાસવા સૂચના આપી હતી. ઉપરાંત રેલવે સ્ટેશન પર રીપેરીંગ ની કામગીરી પૂર્ણ થયા બાદ એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ બાબતે યોગ્ય ઘટતું કરવા માં આવશે.

(12:06 PM IST)