<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

સુરતઃ પાંડેસરા પોલીસે NDPS નો મોટો કેસ શોધી કાઢયોઃ ૫૫.૫૫૦ કિ.ગ્રામ ગાંજા સાથે ૬ આરોપીઓ પકડાયા

કેન્‍દ્ર, રાજ્‍ય સરકારની રણનીતિનો અમલ કરવા મુખ્‍ય પોલીસ વડાની મિટિંગના પગલે પગલે પોલીસ એક્‍શનમાં સીપી વાબાંગ જમીર, સેક્‍ટર હેડ મહેન્‍દ્ર બગડિયા, ડીસીપી લખધીરસિંહ ઝાલા, એસીપી ઝેડ.એ. દેસાઈના માર્ગદર્શનમાં પીઆઈ કે.ડી. જાડેજાના નેતળત્‍વમાં પીએસઆઈ કે.જે. વસાવા, પીએસઆઈ ડી.જે. બારોટ અને સ્‍ટાફને વધુ એક મોટી સફળતા મળી

રાજકોટ તા.૨૫: સુરત શહેરમાંથી નાર્કોટિક્‍સની બદીને સંપૂર્ણ નેસ્‍ત નાબૂદ કરવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અન્‍ય રાજ્‍યોમાંથી ચોરી છૂપીથી નાર્કોટિક્‍સ ડ્રગ્‍સ / ગાંજો લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવળત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી તેવી પ્રવળત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્‍વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે.પાંડેસરા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર કે.ડી. જાડેજા તથા સર્વેલન્‍સના પો.સ.ઈ. કે.જે. વસાવા તથા પો.સ.ઈ. ડી.જે. બારોટ તથા પોલીસ માણસો પો.સ્‍ટે વિસ્‍તારમાં નાર્કોટિક્‍સના ગુનાઓ અટકાવવા સારૂ પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન અ.પો.કો. વિપુલભાઈ રાજાભાઈ તથા અ.હે.કો. રાજદિપસિંહ નરેન્‍દ્રસિંહ તથા અ.હે.કો. કળપાલસિંહ રાજેન્‍દ્રસિંહનાઓની બાતમી હકીકત આધારે પાંડેસરા પુનિતનગર પ્‍લોટ નં-૨૧૩ માં આવેલ બીજા નંબરની દુકાનમાં રેઈડ કરી આરોપીઓને પકડ્‍યા.

પકડાયેલ આરોપીઓ (૧) મનોજ ઉર્ફે પુષ્‍પા હીના સાહુ, (૨) વિક્રમસિંગ બલ્લુ ચૌહાણ (રાજપુત), (૩) ધીરજ રાજેન્‍દ્રપ્રસાદ વિશ્વકર્મા, (૪) બિકાસ ઉર્ફે વિકાસ અનંત સ્‍વાઈન, (૫) પવન કનૈયાલાલ દુબે, (૬) રંજન ઉર્ફે રણજીત બુલ્લા શાહુતેઓના કબ્‍જામાંથી ગાંજાનો જથ્‍થો કુલ વજન ૫૫.૫૫૦ કિ.ગ્રામ જેની કિંમત રૂપિયા ૨૭,૭૭,૫૦૦/- મુદ્દામાલ સાથે પકડી NDPS નો કેસ શોધી કાઢતી પાંડેસરા પોલીસ

(2:37 PM IST)