<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

૩૦ વર્ષથી ફરાર હત્‍યાના આરોપીને સુરત પીસીબીએ ઓરિસ્‍સા પહોંચી વિશેષ ઓપરેશનમાં દબોચ્‍યો

સાડા ત્રણ વર્ષમાં, ૧૦ વર્ષથી વધુ સમયથી વોન્‍ટેડ ૫૭ આરોપીઓ ઝડપી વિક્રમ સર્જનાર ટીમના સૂકાની આર. એસ. સુવેરા સાથે અકિલાની વાતચીત બાળાઓને શોષણથી બચાવવાના cid વડા ડો. કે. એલ રાવના માર્ગદર્શનમાં અમારી ટીમના પ્રયાસોને ખુબ મોટી સફળતા મળી છે

રાજકોટ તા.૭: લગ્ન સીઝન અને વેકેશન દરમિયાન સગીર વિદ્યાર્થીનીઓના ઘરેથી ભાગી જવાના અને આ પ્રકારના POCSO કલમ નીચેના ગુન્‍હાઓમાં મોટો વધારો જોવા મળતો હોવાનું ચોંકાવનારું તારણ બહાર આવ્‍યાનો ઘટસ્‍ફોટ CID ક્રાઈમ મહિલા સેલના એડી. ડીજીપી અજય ચૌધરી દ્વારા અકિલા સાથેની વિશેષ વાતચીતમાં કરવામાં આવ્‍યો છે.

ગુજરાત પોલીસની મહિલા વિંગ દ્વારા ૨૦૧૬ થી ૨૦૨૬ સુધીના ૧,૩૩,૦૬૩ કાચા રેકોર્ડમાંથી ડુપ્‍લિકેટ દૂર કરી ૯૪,૦૯૪ ક્રાઈમ અગેન્‍સ્‍ટ વુમનના કેસોનું એનાલિસિસ કરવામાં આવ્‍યું હતું, જેમાં આ હકીકત સામે આવી છે.

પોલીસ અભ્‍યાસ મુજબ વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ પાસે મુક્‍ત સમય વધુ હોય છે અને સોશિયલ મીડિયા પર લાંબો સમય વિતાવતા હોવાથી તેઓ ઓનલાઈન ગ્રુમિંગ અને આવેશમાં લેવાયેલા નિર્ણયનો ભોગ બને છે. જ્‍યારે લગ્ન સીઝન દરમિયાન માતા-પિતા દ્વારા જબરજસ્‍તી લગ્ન નક્કી કરાતા પ્રેમ સંબંધમાં રહેલી યુવતીઓ ઘરેથી ભાગી જવાનું પસંદ કરે છે.

આ અંગે એડી. ડીજીપી અજય ચૌધરીએ જણાવ્‍યું કે, અમે એક સ્‍પષ્ટ પેટર્ન જોઈ છે કે યુવાન વિદ્યાર્થીઓ લાંબા બ્રેક અને લગ્ન સીઝન દરમિયાન ઘરેથી નીકળી જાય છે. અમારી પ્રાથમિકતા યુવતીઓને શોષણથી બચાવવાની છે.

ગુનાઓમાં ૨૯% ઘટાડો નોંધાયો છે. ૨૦૨૧-૨૨ માં ૧૦,૯૯૯ ની ટોચે પહોંચેલા કેસો ૨૦૨૫-૨૬ માં ઘટીને ૭,૮૦૮ થયા છે. ઘરેલુ હિંસાના કેસોમાં ૩૯.૭% ઘટાડો મુખ્‍ય કારણ છે. શહેરી વિસ્‍તારમાં અમદાવાદ ૩૩.૧% સાથે મોખરે છે, જેમાં અમદાવાદ શહેરનો હિસ્‍સો ૧૫.૧% અને સુરતનો ૧૦.૨% છે. ૧૫,૩૧૨ POCSO કેસો કુલ જ્‍ત્‍ય્‍ ના ૧૬.૩% છે, જેમાં ૬૧% કેસોમાં અપહરણની કલમ લાગી છે.

આ રિપોર્ટ બાદ CID ક્રાઈમ વડા ડો. કે.એલ.એન. રાવના સૂચન અંતર્ગત રાજ્‍યના તમામ પોલીસ કમિશનર અને SP ને સગીરાઓના ગુમ થવાના કેસોમાં CCTV અને સોશિયલ મીડિયા ટ્રેકિંગ દ્વારા ઝડપથી શોધી કાઢવા માટે કડક સૂચના આપવામાં આવી છે

(1:21 PM IST)