તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
સુરત PCB ની અસામાજિક વિરૂદ્ધ સર્જીકલ સ્ટ્રાઇકઃ એક વિકમાં ૩૧ પાસાના પીંજરે
લાખો રૂપિયાનો ફ્રોડ, ૭ વર્ષથી લાપતા આરોપી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાનો વોન્ટેડ ઇન સુરત ક્રાઈમ અભિયાન અંતર્ગત એડી.સીપી બલરામ મીનાના માર્ગદર્શન હેઠળ વિશેષ ઓપરેશનમાં ડીસીપી રાઘવેન્દ્ર જૈનના નેતળત્વ હેઠળની ઝોન ૩ ટીમે ઉપાડી લીધો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતમાં ગડબડી કરે તેવી આશંકા આધારે માથાભારે સામે સીપી અનુપમસિંહ ગેહલોતની રણનીતિ મુજબ ચાલુ વર્ષના ગણતરીના માસમાં અમે ૨૫૭ અસામાજિકોને જેલના સળિયા ગણતા કર્યા છેઃ સુકાની પીઆઇ આર એસ.સુવેરા સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા.૧૪: સુરત સહિત સાઉથ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ રાજ્યના અન્ય શહેર, જીલ્લા કરતા વધારે ગરમ હોય સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા દૂરંદેશી વાપરી અસમાજિક તત્વો લોકોને ડરાવે, ધમકાવે નહિ તે માટે છેલ્લા ૮ દિવસમાં ૩૧ અસામાજિક તત્વોને પાસા હેઠળ જેલભેગા કરવા આદેશ આપતા અમારી ટીમે પાસામાં ધકેલી દીધાનુ સુરત PCB બ્રાન્ચના આ અભિયાનના સુકાની પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ સુવેરાએ જણાવ્યું છે.
આ આરોપીઓમાં વિવિધ લોકોને લાલચ આપી તેમના એકાઉન્ટસ ભાડે મેળવી તેમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવતા શખ્સો, વ્યાજખોરો, મહિલાઓની છેડતી, વાહન ચોરી, છેતરપિંડી, ઘરફોડી, મોબાઇલ સ્કેચિંગ કરનાર શખ્સોનો સમાવેશ છે. ચાલુ વર્ષમાં જ ૨૫૭ લોકોને જેલના સળિયા ગણતા કર્યાનું પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ સુવેરા જણાવે છે.
બીજી તરફનો વોન્ટેડ ઇન સુરત ક્રાઈમ એવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના અભિયાન હેઠળ સુરત ઝોન ૩ ના ડીસીપી રાઘવેન્દ્ર જૈનના નેતળત્વ નીચેની ટીમે લાખો રૂપિયાનો ફ્રોડ કરી ૭ વર્ષથી ફરાર આરોપીને એડિશનલ પોલીસ કમિશનર બલરામ મીનાના માર્ગદર્શન હેઠળ ઝડપી લીધો છે.
આ કામે ફરીયાદી મહીધરપુરા ભાગળ મેઇન રોડ ઉપર આવેલ બેંક ઓફ ઇન્ડીયા ક્લોક ટાવર શાખામાં ચીફ મેનેજર હોય તેઓની બેન્કમાં સહઆરોપીઓએ બેંક ઓફ ઇન્ડીયા સાકેત બ્રાન્ચ ન્યું દિલ્હી ના મેસર્સ એન્જીનીયરીંગ કન્સલટન્ટ બેંક ઓફ ઇન્ડીયાનો ડમી ચેક બનાવી જે ચેકની રકમ રૂ.૪૭,૫૦,૦૦૦/ છે તે ડમી ચેક આ કામના સહઆરોપીએ પોતાના બેન્ક એકાઉન્ટમાં વિડ્રો કરી અને તેમાંથી રૂ.૩૭,૦૦,૦૦૦/ આર.ટી.જી.એસ. મારફતે અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તે રોકડમાં વિડ્રો કરેલ હોય તેમાંથી રૂપિયા ૧૬,૦૦,૦૦૦/ જે હાલના વોન્ટેડ આરોપી જીતેંદ્ર ઉર્ફે અમર દેવરામભાઇ માછી નાઓએ મેળવી લઇ નાસી જઇ ગુનો કરેલ જે ગુનામાં અગાઉ સાત આરોપીઓની ધરપકડ કરેલ પરંતુ હાલનો આરોપી જીતેન્દ્ર માછી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો હોય જેથી, ચોક્કસ બાતમી આધારે psi શ્રી. ભાદરણકા તથા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિકાસભાઈ, પોલીસમેન ભરતભાઈ અને કિર્તીભાઇ વિગેરે દ્વારા બાતમીદાર વર્તુળ, ઇન્ટેલિજન્સ નેટ વર્ક આધારે ઝડપી લેતા સીપી દ્વારા પણ અભિનંદન આપવામાં આવેલ છે.

(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
