<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

સુરતમાં નવરાત્રી દરમિયાન સુરક્ષાને લઈને સુરત પોલીસ એક્શનમાં:મહિલાઓની સુરક્ષા માટે SHE ટીમ પણ તૈનાત

ડુમસ વિસ્તારમાં ત્રણ મોટા કમર્શિયલ ગરબા આયોજનો પર પોલીસની વિશેષ ટીમો અને આધુનિક ટેક્નોલોજી દ્વારા ચાંપતી નજર: સુરક્ષા વ્યવસ્થા, વાહનોનું પેટ્રોલિંગ અને અન્ય કામગીરી માટે 10થી વધુ ટીમો જોડાઈ

સુરત: સુરતમાં નવરાત્રી દરમિયાન સુરક્ષાને લઈને સુરત પોલીસ એક્શનમાં આવી છે. ડુમસ વિસ્તારમાં ત્રણ મોટા કમર્શિયલ ગરબા આયોજનો પર પોલીસની વિશેષ ટીમો અને આધુનિક ટેક્નોલોજી દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે SHE ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા, વાહનોનું પેટ્રોલિંગ અને અન્ય કામગીરી માટે 10થી વધુ ટીમો જોડાઈ છે. આ ઉપરાંત, ‘મોબાઈલ હેલ્પ ડેસ્ક’ દ્વારા પણ સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવશે. ગરબા સ્થળોએ ભીડનું પ્રમાણ જાણવા માટે AI કેમેરાની મદદથી ફૂટ કાઉન્ટિંગ પર પણ નજર રાખવામાં આવશે. પોલીસ દ્વારા ટેક્નોલોજી અને વિશેષ ટીમોના સંકલનથી ગરબા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

(11:27 AM IST)