<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

લૂંટ, મર્ડરના વોન્‍ટેટ આરોપીને પકડવા સુરત પોલીસનું મજૂર વેશે ઉતર પ્રદેશમાં વિશેષ ઓપરેશન

નો વોન્‍ટેડ ઇન સુરત ક્રાઈમ પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતનું અભિયાન ટોપ ગિયરમાં: એડી.પોલીસ કમિશનર બલરામ મીનાના માર્ગદર્શનમાં અદભૂત સફળતા : જેમના નેતૃત્‍વમાં PSI એમ. પી.ભાદરકા ટીમે અશકયનું શકય કરી બતાવ્‍યું તેવા ડીસીપી રાઘવ જૈન અકિલા સમક્ષ ૧૫૦૦ કી. મી. સુધીનો પીછો, વોચ અને વ્‍યૂહની દિલધડક દાસ્‍તાન વર્ણવે છે

રાજકોટ, તા.૧૮: સુરતમાં કાયદો-વ્‍યવસ્‍થા વધુ મજબૂત બનાવવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નો વોન્‍ટેડ ઇન સુરત ક્રાઇમ અભિયાન અંતર્ગત એડી. પોલીસ કમિશનર બલરામ મીણાના માર્ગદર્શનમાં સુરત ઝોન-૩ ના નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈનના નેતળત્‍વ હેઠળની ઝોન-૩ એલ.સી.બી. ટીમે ઉત્તરપ્રદેશમાં વિશેષ ઓપરેશન હાથ ધરી ઉત્તર પ્રદેશના ખલીલાબાદથી લૂંટ વિથ મર્ડરના આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

લાલગેટ પો.સ્‍ટે.માં તા.૦૭/૦૨/૨૦૧૯ ના રોજ રાત્રે ૯ વાગ્‍યે કાકરાશેરી સૈયદપુરા ખાતે રહેતા રેહમત ઉર્ફે રેશ્‍મા કૃષ્‍ણકાંત શાસ્ત્રીની વિધવા ઉ.વ.૪૦ ને લૂંટના ઇરાદે ત્રણ આરોપીઓએ ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઇજા કરી મોત નિપજાવ્‍યું હતું. આ ગુનામાં લાલગેટ પો.સ્‍ટે. ફસ્‍ટ ગુના નંબર-૧૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૩૦૨, ૩૯૭, ૨૦૧, ૧૨૦(બી) તથા જી.પી.એક્‍ટ.૧૩૫ મુજબ ગુનો દાખલ થયેલ હતો.

મુખ્‍ય આરોપી મોહમદ અહેમદ ઉર્ફે બિસ્‍મીલ્લાહ મહેબુબ આલમખાનની તા.૧૬/૦૨/૨૦૧૯ ના રોજ ધરપકડ થયેલ હતી. તે લાજપોર જેલમાં હતો અને તા.૨૧/૦૯/૨૦૨૪ થી તા.૩૦/૦૯/૨૦૨૪ સુધી વચગાળાના જામીન પર છૂટયા બાદ તા.૦૧/૧૦/૨૦૨૪ ના રોજ હાજર ન થતાં ફરાર થઈ ગયો હતો.

આરોપી નામ, ઓળખ, મોબાઇલ નંબર અને રહેઠાણ સતત બદલી સામાન્‍ય મજૂર તરીકે રહેતો હતો. ઝોન-૦૩ એલ.સી.બી. ટીમે ટેકનીકલ સર્વેલન્‍સ, મોબાઇલ કોલ ડિટેલ એનાલિસિસ, ડિજિટલ ટ્રેલ તથા હ્યુમન ઇન્‍ટેલિજન્‍સના આધારે ટ્રેસ કર્યો. પોલીસે વેશ પલટો કરી સ્‍થાનિકોમાં ભળી માહિતી એકત્રિત કરી.

પો.સ.ઇ. એમ.જી. ભાદરકાની સહબરી હેઠળ અ.હે.કો. વિકાસ મધુકર, અ.પો.કો. ભરતભાઇ ભનાભાઇ તથા અ.પો.કો. વિપુલભાઇ નાથાભાઇએ આશરે ૧૫૦૦ કિલોમીટરની મુસાફરી કરી, દિવસ-રાત વોચ રાખી ઉત્તર પ્રદેશના સંત કબિરનગર જીલ્લાના ખલીલાબાદ ખાતેથી આરોપીને ચારેય બાજુથી ઘેરી લઈ સફળતાપૂર્વક ઝડપી પાડ્‍યો.

કામગીરી કરનાર ટીમ, પો.સબ.ઇન્‍સ. એમ.જી. ભાદરકા, અ.હે.કો. વિકાસ મધુકરભાઇ, અ.પો.કો. ભરતભાઇ ભનાભાઇ, અ.પો.કો. પ્રદિપકુમાર કિર્તનભાઇ, અ.હે.કો. અશોકભાઇ દુલાભાઇ, અ.પો.કો. વિપુલભાઇ નાથાભાઇ. 

 

(1:19 PM IST)