<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

સુરત પોલીસનું મેગા કોમ્બિંગ :ઝોન ૨ વિસ્તાર હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા મોડીરાત્રે એકસાથે ઓપરેશન :196 શખ્સોની અટકાયત

લીંબાયત, સારોલી, ગોડાદરા, ઉધના અને સલાબતપુરા જેવા વિસ્તારના સંવેદનશીલ પોઈન્ટ્સ પર નાકાબંધી કરીને તપાસ

સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. તહેવારોના દિવસોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે નહીં તે માટે સુરત પોલીસના ઝોન ૨ વિસ્તાર હેઠળ આવતા વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા મોડી રાત્રે એકસાથે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તંત્રના આ અચાનક પગલાથી અસામાજિક તત્વોમાં ભારે ફાળ પડી ગઈ છે

  પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા આ સઘન ચેકિંગ અભિયાન દરમિયાન ખાસ કરીને લીંબાયત, સારોલી, ગોડાદરા, ઉધના અને સલાબતપુરા જેવા વિસ્તારના સંવેદનશીલ પોઈન્ટ્સ પર નાકાબંધી કરીને તપાસ કરવામાં આવી હતી. આ મેગા કોમ્બિંગ દરમિયાન પોલીસે ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને શંકાસ્પદ જણાતા 196 જેટલા શખ્સોને ઝડપી પાડી તેમની અટકાયત કરી હતી. .

પોલીસ સ્ટેશને લવાયેલા તમામ અસામાજિક અને ગુનાહિત માનસિકતા ધરાવતા ઇસમો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, આગામી તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ આચર્યા વગર શાંતિ જાળવવા અને કાયદા-વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન કરવા અંગે તમામ આરોપીઓને આકરી ચેતવણી અને સૂચનાઓ આપવામાં આવી હતી. સુરત પોલીસનું આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે તેમ જાણવા મળ્યું છે

(12:49 AM IST)