<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

સુરત પોલીસનું ‘ઓપરેશન મુસ્કાન’ : મુંબઈથી અપહરણ કરાયેલા માસૂમ બાળકને રેલવે સ્ટેશન પરથી ઉગાર્યું

ક્રાઈમ બ્રાન્ચના ૨૦ જવાનોની ટીમે ટ્રેન પકડે તે પહેલા જ મહિલા અને તેના પ્રેમીને દબોચી બાળકને હેમખેમ મુક્ત કરાવ્યું

સુરત : મુંબઈના નાગાપાડા વિસ્તારમાં ફૂટપાથ પર સૂતેલા પરિવારના આઠ માસના બાળકનું અપહરણ કરી સુરત ભાગી આવેલી ટોળકીને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધી છે. મુંબઈ પોલીસની ફરિયાદ બાદ સક્રિય થયેલી સુરત પોલીસે રેલવે સ્ટેશન પર વોચ ગોઠવીને આ સફળતા મેળવી છે.

 

બાળકનું અપહરણ કરનાર મહિલા આરતી ઉર્ફે ઝરીના ઉમેશ જેસવાલ બાળકને સુરત લાવી હતી અને અહીં તેના પ્રેમી સાથે મળીને ટ્રેન મારફતે અન્ય સ્થળે ભાગી જવાની ફિરાકમાં હતી. જોકે, ક્રાઈમ બ્રાન્ચને ગુપ્ત બાતમી મળતા જ બે પીઆઈ સહિત ૨૦ પોલીસ જવાનોની ખાસ ટીમ એક્શનમાં આવી હતી. પોલીસે રેલવે સ્ટેશનને કોર્ડન કરી શંકાસ્પદ મહિલા અને તેના પ્રેમીને ઝડપી પાડ્યા હતા. તેમની તપાસ કરતા અપહરણ કરાયેલું બાળક મળી આવ્યું હતું. સુરત પોલીસે ‘ઓપરેશન મુસ્કાન’ અંતર્ગત બાળકનો કબજો મેળવી બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મુંબઈ પોલીસને સોંપી દીધા છે. આમ, પોલીસની સતર્કતાથી એક માસૂમ જીવ સુરક્ષિત રીતે તેના પરિવારને પરત મળ્યો છે.

(11:34 PM IST)