<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

સુરત ૨.૫ ઇંચ સુધી વરસાદ ખાબકતા પાણી... પાણી, વાલોડમાં ૨ ઇંચ વરસાદ

આખરે મેઘો રીઝયો....

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી :  ગુજરાતમાં આમતો સતાવાર ચોમાસાની શરૂઆત થઈ હતી. પરંતુ મેઘરાજા ગાયબ થઈ જતા વરસાદ ખેંચતા ખેડૂતોના જીવ તાળવે ચોંટયા હતા, બીજી પ્રજાજનો ગરમીથી અકળાયા હતા. આગાહીઓની ભરમાર વચ્‍ચે મેઘરાજા જાણે પાણીમાં બેસી ગયા હતા.

ત્‍યાં જ જેઠ વદના આરંભ થી મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ફરી એન્‍ટ્રી કરતા હાશકારો થયો છે. ફ્‌લડ કન્‍ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો  સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં ૬૬ મી.મી. (૨.૬૦ ઇંચ) નોંધાયો હતો.  બીજા ક્રમે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં ૫૨ મી.મી. (૨.૦૫ ઇંચ) વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના માંગરોળ અને કામરેજ તાલુકામાં ૪૨-૪૨ મી.મી., પલસાણામાં ૩૪ મી.મી. અને અરેઠમાં ૩૨ મી.મી. વરસાદ નોંધાયો હતો.

વલસાડ જિલ્લામાં ઉમરગામમાં ૨૭ મી.મી., નાનાપોંઢામાં ૨૫ મી.મી., પારડીમાં ૧૭ મી.મી., કપરાડામાં ૧૫ મી.મી., વલસાડમાં ૧૩ મી.મી. તથા ધરમપુરમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લામાં કુકરમુંડામાં ૧૯ મી.મી., જ્‍યારે ઉકાઈ, વ્‍યારા અને ડોલવણમાં ૩-૩ મી.મી. વરસાદ નોંધાયો હતો.

નવસારી જિલ્લામાં ચીખલીમાં ૧૮ મી.મી., ખેરગામમાં ૭ મી.મી. અને વાંસદામાં ૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. બોટાદ જિલ્લાના રાણપુરમાં ૧૮ મી.મી., અમરેલી જિલ્લાના રાજુલામાં ૮ મી.મી. અને લીલિયામાં ૩ મી.મી., ડાંગ જિલ્લાના આહવા અને સુબીરમાં ૬-૬ મી.મી. તેમજ વઘઈમાં ૪ મી.મી. વરસાદ નોંધાયો હતો.

નર્મદા જિલ્લાના ચીખડામાં ૫ મી.મી., ભરૂચ જિલ્લાના વાલિયામાં ૩ મી.મી. અને અંકલેશ્વરમાં ૧ મી.મી., ભાવનગર જિલ્લાના જેસરમાં ૨ મી.મી., સુરત જિલ્લાના માંડવી અને અંબિકામાં ૨-૨ મી.મી. તથા સુરેન્‍દ્રનગર જિલ્લાના લીંબડીમાં ૨ મી.મી. વરસાદ નોંધાયો હતો.

આમ, છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્‍યમાં સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં ૬૬ મી.મી. નોંધાયો હતો. જ્‍યારે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ અને નવસારી જિલ્લાઓમાં અન્‍ય વિસ્‍તારોની સરખામણીએ વધુ વરસાદ નોંધાયો હતો.

(1:25 PM IST)