News of Saturday, 12th September 2026
સુરત ગ્રામ્ય એલસીબીની મોટી સફળતા: ૮ વર્ષથી નાસતો ફરતો ખૂનની કોશિશનો આરોપી ઝડપાયો : કોસંબા અને રાંદેરના ત્રણ ગુનામાં વોન્ટેડ સુજાદ ઉર્ફે આશિક સકી શેખ પકડાયો: પેરોલ ફર્લો સ્કોડની સંયુક્ત કાર્યવાહી
સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ જીલ્લામાં નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સૂચના આપતા પોલીસ દ્વારા કાર્યવાહી આરોપીને તેના ઘરેથી ઝડપી લીધો

સુરત, તા.૧૨ : સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ જીલ્લામાં નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હતી.
જે આધારે સુરત ગ્રામ્ય એલ.સી.બી. ના પોલીસ નિરીક્ષક એન.જી.પાંચાણી તથા ઈન્ચાર્જ પોલીસ નિરીક્ષક એલ.ડી.ઓડેદરા સાહેબે અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ અને ટેકનીકલ રીતે તપાસ હાથ ધરી હતી.
એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કોડના એ.એન.ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા જે.કે.રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓએ તપાસ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, કોસંબા પોલીસ મથકના ખૂનની કોશિશ અને આર્મ્સ એક્ટના ગુનામાં નાસતો ફરતો આરોપી સુજાદ ઉર્ફે આશિક સકી શેખ કોસંબા, સરકારી દવાખાના પાસે, સારીમ એપાર્ટમેન્ટ, તા-માંગરોળ ખાતે પોતાના ઘરે હાજર છે.
બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને ઘરે જઈ પકડી પાડી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સુજાદ ઉર્ફે આશિક સકી શેખ ઉ.વ.૪૨ ધંધો. મશીનરી સ્ક્રેપ રહેવાસી- ઘર નંબર-૪૦૨, સારીમ એપાર્ટમેન્ટ, કોસંબા સરકારી દવાખાના પાસે, કોસંબા તા.માંગરોળ જી.સુરતનો હોવાનું જણાવેલ હતું.
પકડાયેલ આરોપીનું નામ સરનામું સુજાદ ઉર્ફે આશિક સકી શેખ ઉ.વ.૪૨ ધંધો.મશીનરી સ્ક્રેપ રહેવાસી- ઘર નંબર-૪૦૨, સારીમ એપાર્ટમેન્ટ, કોસંબા સરકારી દવાખાના પાસે, કોસંબા તા.માંગરોળ જી.સુરત.જે ગુનામાં નાસતો ફરતો હતો તે ગુનાની વિગત.કોસંબા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૭૨/૨૦૧૮ ઈ.પી.કો કલમ- ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૦૭,૩૨૩,૩૨૪, ૩૩૫, ૪૪૭, ૩૫૪, ૬૪૭, ૫૦૪, ૫૦૫(૨) મુજબ
૨. કોસંબા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૧૨૦૦૭૧૭/૨૦૨૦ ઈ.પી.કો કલમ ૩૦૭, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૧૪૩,૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦(બી) તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧) (બી), ૨૫ (૧-બી) (બી), ૨૫ (૧-બી) (એફ) મુજબ
૩. રાંદેર પોલીસ સ્ટેશન, સુરત શહેર ગુ.ર.નં.૨૧૮/૨૦૧૬ ઈ.પી.કો. કલમ-૩૦૭, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૨૫, ૫૦૫(૨), ૧૨૦(બી), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ
સંયુક્ત રીતે ટીમવર્ક દ્વારા કામગીરી કરનાર પોલીસ માણસો એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય એલ.ડી.ઓડેદરા, I/C પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય જે.કે.રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ એ.એન.ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટરઅ.હે.કો. વિમલભાઈ મગરાભાઈ, મહેશભાઈ ચંદુભાઈ, હેમંતભાઈ ઈશ્વરભાઈ.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
