<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

સુરત: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ : ગુજરાતમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે થયેલા વિવિધ પરિવર્તનો અંગે વિશેષ સેમિનાર યોજાયો

કાર્યક્રમમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગના અગ્રણી નિષ્ણાતો અને ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી

સુરત સ્થિત ઑરો યુનિવર્સીટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (દક્ષિણ ગુજરાત ઝોન) ના ભાગરૂપે ટ્રાન્સફોર્મિંગ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન ગુજરાત વિષય પર વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગના અગ્રણી નિષ્ણાતો અને ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી.
ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનરની કચેરી દ્વારા વિવિધ ઉદ્યોગકારો સાથે સમજૂતી કરારોના આદાન-પ્રદાનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ સેમિનાર થકી ગુજરાતના કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગને ભવિષ્યના વિકાસ માટે એક નવી દિશા પ્રાપ્ત થઈ છે. સેમિનારની શરૂઆતમાં ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટના ટેકનિકલ એડવાઈઝર અમિત ધારવા દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ, આગામી દિવસોમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે વિવિધ તકો અને વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ માટે આયોજન વિષય પર એક પેનલ ચર્ચા યોજાઈ હતી.
પેનલ ચર્ચામાં અતુલ લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્યામલ દે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સાઇટ પ્રેસિડેન્ટ શૈલેષ નિગમ, બેલ્જિયમના કોન્સ્યુલેટ જનરલ સુશ્રી ઇવા વર્સ્ટ્રેલેન, કીરી ગ્રુપ ઓફ કંપનીઝ અને કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કમિટીના ચેરમેન મનીષ કીરી અને ગેઇલ કંપનીના નિવૃત અધિકારી મધુકર રાવ તેમજ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે કાર્ય કરતા ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:55 PM IST)