News of Sunday, 1st November 2026
સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાયા
આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી:JCBની મદદથી કામગીરી

સુરત: શહેરના ખજોદ વિસ્તારમાં આવેલા ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગને કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
આગને ફેલાતી અટકાવવા માટે JCB મશીનોની મદદથી કચરાના ઢગલાને ખસેડવાની અને આગને અલગ પાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
ડમ્પિંગ સાઇટ પર મોટા પ્રમાણમાં કચરો હોવાથી આગ બુઝાવવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો તપાસ બાદ સામે આવશે.
ડમ્પિંગ સાઇટ પર વારંવાર આગ લાગવાની ઘટનાઓને પગલે કચરાના નિકાલ અને પર્યાવરણ સુરક્ષા અંગે ફરી સવાલો ઊભા થયા છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
