તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Sunday, 28th June 2026
સુરતના પાંડેસરામાં ફિલ્મી ઢબે ચોરી, જ્વેલર્સની દુકાનની છતનું પતરું તોડી તસ્કરો ઘૂસ્યા : 25 લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની ઉઠાંતરી : CCTVનું DVR પણ સાથે લઈ ગયા
પાંડેસરા વિસ્તારમાં આવેલ 'માંગા જ્વેલર્સ'માં મોડી રાત્રે ચોરીની ઘટના બાદ સવારે દુકાન ખોલતા માલિક ચોંકી ગયા : તિજોરી તોડી દાગીના અને રોકડ લઈ ફરાર, FSL-ડોગ સ્ક્વોડ સાથે પોલીસે તપાસ શરૂ કરી : નજીકના CCTV ફૂટેજના આધારે તસ્કરોની શોધખોળ

સુરત : સુરતના પાંડેસરા વિસ્તારમાં તસ્કરોએ ફિલ્મી ઢબે જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપ્યો છે. પાંડેસરા ખાતે આવેલ 'માંગા જ્વેલર્સ'ની દુકાનની છતનું પતરું તોડીને તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને તિજોરીમાંથી આશરે 25 લાખ રૂપિયાથી વધુની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોડી રાત્રે તસ્કરોએ દુકાનની પાછળના ભાગે આવેલી છતનું પતરું કાપીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેમણે દુકાનમાં લાગેલા CCTV કેમેરાનું DVR પણ કાઢી લીધું હતું જેથી તેમની કોઈ ઓળખ ન થઈ શકે. તિજોરીને ગેસ કટરથી કાપીને તેમાં રહેલા તમામ દાગીના અને રોકડ લઈને તસ્કરો છતના રસ્તે જ ફરાર થઈ ગયા હતા.
આજે સવારે દુકાન માલિક દુકાન ખોલવા આવ્યા ત્યારે દુકાનમાં સામાન વેરવિખેર પડેલો જોતા ચોંકી ઉઠ્યા હતા. છત તૂટેલી અને તિજોરી ખાલી જોતા તાત્કાલિક પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ, ઉચ્ચ અધિકારીઓ, FSL અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ મેળવવાની કામગીરી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ચોરીમાં 2 થી 3 ઈસમો સામેલ હોવાની આશંકા છે.
પોલીસે જણાવ્યું કે, તસ્કરોએ પુરાવાનો નાશ કરવા DVR સાથે લઈ ગયા છે, પરંતુ દુકાનની બહારના અને રસ્તા પરના CCTV ફૂટેજના આધારે તપાસ ચાલુ છે. ટૂંક સમયમાં આરોપીઓ ઝડપાઈ જશે.
(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
