<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

સુરતના વાલક મિશન રોડ પર તંત્રની ઘોર બેદરકારી :સેફટી ગ્રીલ નહીં લગાવતા બાઈક ચાલક કેનાલમાં ખાબક્યો

આસપાસના લોકો એકઠા થઈ ગયા અને દોરડાની મદદથી બાઈકને બાંધી કેનાલની બહાર કાઢ્યું

સુરતના વાલક મિશન રોડ પર તંત્રની બેદરકારી સામે આવી છે. રસ્તાની આસપાસ સેફ્ટી ગ્રીલ ન લગાવવામાં આવતા બાઈક ચાલક કેનાલમાં ખાબક્યો હતો. વાહન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સીધું કેનાલમાં પડ્યું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં બાઈક ચાલકને કોઈ મોટી ઈજા પહોંચી નથી. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને દોરડાની મદદથી બાઈકને બાંધી કેનાલની બહાર કાઢ્યું હતું. રસ્તાની બાજુમાં સુરક્ષાનાં પૂરતાં પગલાં ન લેવાતાં વાહનચાલકોની સલામતી સામે સવાલો ઊભા થયા છે.

(1:13 PM IST)