તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ડે.કમિશનર સ્મિત લોઢાની ઓચિંતી મુલાકાત :OPDમાં ગેરહાજર ડોક્ટરો સામે મનપાની કડક કાર્યવાહી
10 વાગ્યા સુધી OPDમાં અનેક ડોક્ટરો ગેરહાજર હોવાનું સામે આવ્યું:એસોસિયેટ પ્રોફેસર સહિત કુલ 19 ડોક્ટરોને નોટિસ ફટકારાઈ

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સમયસર OPDમાં હાજર ન રહેતા ડોક્ટરો સામે મનપાએ કડક કાર્યવાહી કરી છે. મનપાના ડેપ્યુટી કમિશનર સ્મિત લોઢાએ ઓચિંતી મુલાકાત લેતા 10 વાગ્યા સુધી OPDમાં અનેક ડોક્ટરો ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે એસોસિયેટ પ્રોફેસર સહિત કુલ 19 ડોક્ટરોને નોટિસ ફટકારવામાં આવી છે.
અગાઉ ચેતવણી આપવામાં આવ્યા છતાં નિયમોનું પાલન ન કરનારા તબીબો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. હવે OPDમાંથી ડિપાર્ટમેન્ટમાં જવા માટે પણ ડોક્ટરોએ રજિસ્ટરમાં એન્ટ્રી કરવી ફરજિયાત રહેશે. મનપાની આ કડક કાર્યવાહીથી સ્મીમેર હોસ્પિટલ સહિત સમગ્ર હેલ્થ વિભાગમાં ભારે ફફડાટ ફેલાયો છે
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
