<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

ખંભાતના આંબાખાડના તળાવમાં ઝેરી કેમિકલની આશંકા: મોટી સંખ્યામાં માછલીઓનાં મોત

કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા છોડવામાં આવેલું ઝેરી કેમિકલ કે હાનિકારક પદાર્થ જવાબદાર હોવાની પ્રબળ આશંકા

ખંભાત પંથકમાં ફરી એકવાર ઝેરી કેમિકલનો કહેર સામે આવ્યો છે, જ્યાં આંબાખાડના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓનાં રહસ્યમય સંજોગોમાં મોત થતાં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર અને ફફડાટ મચી ગયો છે. માછલીઓનાં આ પ્રકારે થયેલાં મોતો પાછળ કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા છોડવામાં આવેલું ઝેરી કેમિકલ કે હાનિકારક પદાર્થ જવાબદાર હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે પંથકની કેમિકલ કંપનીઓની શંકાસ્પદ કામગીરી સામે ફરી ગંભીર સવાલો ઊભા થયા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઝેરી કેમિકલ અને ઝેરી ગેસના કારણે અનેક મૂગા પક્ષીઓનાં મોત નિપજ્યા હતા, અને હવે માછલીઓનાં મોતથી તળાવનું પાણી સંપૂર્ણપણે ઝેરી બન્યું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ ગંભીર બાબતે તંત્ર દ્વારા તળાવના પાણીનાં સેમ્પલ લઈને તાત્કાલિક લેબોરેટરીમાં તપાસ કરવામાં આવે અને દોષિતો સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

(12:05 AM IST)