તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
SVNM ટ્રસ્ટ નવસારીમાં રૂ.૪૫૦ કરોડના ખર્ચે સુપર સ્પેશ્યાલિટિ આઈ હોસ્પિટલનું નિર્માણ કરશે

સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ (SVNM Trust) દ્વારા નવસારીના સુપા ગામની સેવાભાવી ધરા પર દ્રષ્ટિહીન વ્યકિતઓની આંખોમાં રોશની પ્રગટાવવાના સંકલ્પને વધુ પરિપૂર્ણ બનાવવા તથા દ્રષ્ટિહીન લોકોને અંધકારથી ઉજાસ તરફ લાવવાના ઘર ઘર દ્રષ્ટિ અભિયાનના સેવામય પ્રયાસના ભાગરૂપે રૂ.૪૫૦ કરોડના ખર્ચે વૈશ્વિક સ્તરની સુવિધા સભર અત્યાધુનિક સુપર સ્પેશ્યાલિટિ આઈ હોસ્પિટલ ‘દ્રષ્ટિ ધામ'નું નિર્માણ કરશે
સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ(SVNM Trust)ના પ્રમુખ ડો. ભાવિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં આંખોની તકલીફો ખૂબ જ ઝડપથી વધતી જોવા મળે છે, જેના અનુસંધાને નવસારી જીલ્લાના સુપા ગામ ખાતે આશરે ૧૬ વીઘા જમીનમાં ૨૦૦ બેડ, ૨૧ ઓપરેશન થિયેટર અને ૬૪ OPD ધરાવતી અત્યાધુનિક સુપર સ્પેશ્યાલિટિ આઈ હોસ્પિટલ ‘દ્રષ્ટિ ધામ'નું નિર્માણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ‘દ્રષ્ટિ ધામ'માં આંખના વિવિધ રોગો જેવા કે મોતિયો, ગ્લુકોમા, રેટિના સંબંધિત રોગોના નિષ્ણાત ડૉક્ટરોની સારવાર ઉપલબ્ધ રહેશે. આ ‘દ્રષ્ટિ ધામ'માં વર્ષે અંદાજે ૧,૨૦,૦૦૦ ઓપરેશનો થઈ શકે તેવી સુવિધાઓ હશે. જેમાં મોતિયા,પડદાના, ઝામરના કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનો કરવામાં આવશે
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
