તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
હત્યા, લૂંટના ૨૬ વર્ષથી વોન્ટેડ અપરાધીને ઝારખંડના જંગલમાંથી સુરત પીસીબી ઉપાડી લાવી
અબ તક ૫૬: નકસલવાદી વિસ્તારમાં પોસ્ટમેન વેષે ૨૦૦૦૦ના ઇનામી આરોપી આ રીતે જાનના જોખમે ઝડપી લેવાયાઃ વાયરલ ન્યૂઝની ભીતરી કથા અકિલા સમક્ષ ઓપરેશનના સૂકાની એવા પીસીબી pi આર. એસ. સુવેરા વર્ણવે છે

રાજકોટઃ નો વોન્ટેડ ઈન સુરત અભિયાન અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦ વર્ષથી વધુ સમય અને જેમના પર મોટા ઇનામો જાહેર થયેલ હોય તેવા ૫૬ જેટલા આરોપીઓને ત્રણ વર્ષમાં રાજ્ય, રાજ્ય બહારથી જેમની ટીમે પકડી મોટી સિદ્ધિ હાંસલ કરી છે, તેવા પીસીબી બ્રાન્ચના પોલિસ ઇન્સપેકટર આર. એસ. સુવેરાના નેતૃત્વ નીચેની ટીમને વધુ એક મોટી સફળતા મળી છે.
અત્રે એ યાદ રહે કે પોલિસ કમિશ્નર વાંબાગ જમીર દ્વારા ટોપ ૧૬ વોન્ટેડ ગુનેગારોની યાદી બનાવી મોટી રકમનાં ઇનામોની જાહેરાત કરવામાં આવેલ.
પી.સી.બીનાએ.એસ.આઇ હસમુખભાઈ મોહનભાઈ તથા અ.હે.કો અશોકભાઈ લુણીને બાતમી મળેલ કે આ મોસ્ટ ૧૬ આરોપીઓ પૈકી ઉધના પો.સ્ટે ગુ.ર.નં. ૧૬૧/૦૧ તથા લીંબાયત પો.સ્ટે ગુ.ર.નં. ૧૭૮/૨૦૦૧ મુજબના ગુનામાં વોન્ટેડ અને રૂ.૨૦,૦૦૦/- ના ઇનામી આરોપી હાલ પલામુ જિલ્લાના પાંકી બ્લોકના પીપરાહટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીરમ (ટોલા) ગામ ખાતે રહે છે.
જે અંગે PI આર.એસ.સુવેરાએ ખાતરી તપાસ કરાવતા બાતમી હકીકત સાચી જણાયેલ, જેથી ઉપરી અધિકારીની લેખિત મંજૂરી મેળવી ASI હસમુખભાઈ મોહનભાઈ તથા HC અશોકભાઈ લુણીની ટીમ બનાવી રવાના કરવામાં આવેલ.
ટીમ દ્વારા આરોપી મીથીલેશ મેનેજરસિંગ ભૂમિહાર ઉ.વ.૪૭ રહે સીરમ (ટોલા) ગામ, પીપરાહટ પોલીસ સ્ટેશન, પાંકી બ્લોક, પલામુ જિલ્લા, ઝારખંડ વાળાને ઝડપી પાડવા માટે આ વિસ્તાર નકસલાઇટ પ્રવૃત્તિથી સંકળાયેલ અતિ જોખમી હોવાથી પી.સી.બીના માણસોએ પોસ્ટમેનનો વેશ ધારણ કરી ટપાલ આપવાના બહાને ગામ લોકોને પોતે ટપાલી હોવાની ઓળખ આપી સલામત રીતે અતિ જોખમી નકસલાઇટ વિસ્તારમાંથી લૂંટ વિથ મર્ડરના અતિ ગંભીર ગુનામાં છેલ્લા ૨૫ વર્ષથી નાસતા ફરતા રૂ.૨૦,૦૦૦/- ના ઇનામી આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
