હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજપીપળા ગાર્ડન મા સ્વદેશી મેળાનો શુભારંભ : ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું
સ્થાનિક કારીગરોની સર્જનાત્મકતા, સ્વસહાય જૂથોની મહેનત અને નાના વેપારીઓના આત્મવિશ્વાસને નવી ઓળખ આપતો આ મેળો ‘

( ભરત શાહ દ્વારા )નર્મદા : રાજપીપળા ના મુખ્ય ગાર્ડન ખાતે નગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા આયોજિત સ્વદેશી મેળાનો શુભારંભ કરવમાં આવ્યો જેના ઉદ્ઘાટનમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પ્રમુખ શબ્દશરણ તડવી, પાલીકા પ્રમુખ શિવાની મહેતા, પાલિકાના કારોબારી અધ્યક્ષ કુલદીપસિંહ ગોહિલ પાલિકાનાસદસ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક કલા, કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના આ ઉમદા અભિયાનમાં સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. સ્થાનિક કારીગરોની સર્જનાત્મકતા, સ્વસહાય જૂથોની મહેનત અને નાના વેપારીઓના આત્મવિશ્વાસને નવી ઓળખ આપતો આ મેળો ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ મેળો તારીખ ૬ નવેમ્બર સુધી ચાલશે.
સ્થાનિક કારીગરોની સર્જનાત્મકતા, સ્વસહાય જૂથોની મહેનત અને નાના વેપારીઓના આત્મવિશ્વાસને નવી ઓળખ આપતા આ મેળામાં શુધ્ધ, અને ઘરની બનાવટ ના સાબુ, શેમ્પૂ સહિતની કેમિકલ વગરની વસ્તુઓ નું વેચાણ કરવા સ્ટોલ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. કાર્યક્રમ માં નાના બાળકો એ આદિવાસી નૃત્ય કરી સૌને ખુશ કર્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
