તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ :બે એસડીઆરએફ અને એક એનડીઆરએફ ટીમને સ્ટેન્ડ બાય
પાવાગઢ ખાતે પગથિયાં પર વરસાદી માહોલમાં ભક્તોની સલામતીને લઈ તંત્ર સજાગ: પગથિયાં પર વધુ પાણીનો પ્રવાહ હોય તો અવરજવર બંધ કરવાની પણ તંત્રની તૈયારી

હવામાન વિભાગની પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર અલર્ટ થયું છે. આજે સાંજથી હવામાન વિભાગે પંચમહાલ જિલ્લાને ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની કરી છે આગાહી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે એસડીઆરએફ અને એક એનડીઆરએફ ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વરસાદી પાણી ભરાવો થવાની શકયતા વાળા તમામ સ્થળોની તંત્રની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી છે જ્યાં વરસાદી પાણી ભરાઇ જવા ની શકયતાઓ છે ત્યાં રહેતાં રહીશોને સલામત સ્થળે ખસેડવા આયોજન કરાયું છે વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓ રાખી રહ્યા છે સમગ્ર બાબત પર નિગરાની રાખીઓ રહ્યા છે. પાવાગઢ ખાતે પગથિયાં પર વરસાદી માહોલમાં ભક્તોની સલામતીને લઈ તંત્ર સજાગ બન્યું છે , પગથિયાં પર વધુ પાણીનો પ્રવાહ હોય તો અવરજવર બંધ કરવાની પણ તંત્રની તૈયારી છે . વરસાદી માહોલ દરમિયાન વહેતાં પાણી વાળા કોઝ વે કે અન્ય રસ્તાઓ પર થી જોખમી રીતે પસાર નહિ થવા જિલ્લા કલેક્ટરે નાગરિકોને અપીલ કરી છે
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
