News of Thursday, 26th November 2026
સુરતના વરાછા-કાપોદ્રામાં મેયરને 'ગંદકીના ભજીયા'ના આમંત્રણ આપ્યા બાદ તંત્ર દોડતું થયું : ડ્રોનથી દવાનો છંટકાવ કરાયો
130 હેલ્થ વર્કરોએ 30 સોસાયટીના 12,858 ઘરોનો સર્વે કરી 14 તાવના કેસ શોધ્યા:148 લોહીના નમૂના લીધા અને 35,387 બ્રીડિંગ સ્પોટમાંથી 82 પોઝિટિવ સ્પોટનો નાશ કર્યો

સુરતના મેયરને ગંદકીના ભજીયા ખાવાનું આમંત્રણ આપ્યા બાદ મનપા તંત્ર હરકતમાં આવ્યું છે અને વરાછા તથા કાપોદ્રામાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરી છે. આરોગ્ય વિભાગે 300 મીટર ખાડી વિસ્તારમાં ડ્રોનથી એન્ટીલાર્વલ અને જંતુનાશક દવાનો છંટકાવ કર્યો છે. ઉપરાંત 130 હેલ્થ વર્કરોએ 30 સોસાયટીના 12,858 ઘરોનો સર્વે કરી 14 તાવના કેસ શોધ્યા હતા, 148 લોહીના નમૂના લીધા હતા અને 35,387 બ્રીડિંગ સ્પોટમાંથી 82 પોઝિટિવ સ્પોટનો નાશ કર્યો હતો.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
