હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 29th July 2026
અમદાવાદના કર્ણાવતી ક્લબ નજીક દીપડો દેખાયો હોવાની ચર્ચા આખરે અફવા સાબિત થઈ
કેફેના પાછળના ભાગેથી મળેલા પગના નિશાનોની વન વિભાગે તપાસ કરતાં તે દીપડાના નહીં પરંતુ શ્વાનના હોવાનું સ્પષ્ટ થયું

અમદાવાદના કર્ણાવતી ક્લબ નજીક દીપડો દેખાયો હોવાની ચર્ચા આખરે અફવા સાબિત થઈ છે. કેફેના પાછળના ભાગેથી મળેલા પગના નિશાનોની વન વિભાગે તપાસ કરતાં તે દીપડાના નહીં પરંતુ શ્વાનના હોવાનું સ્પષ્ટ થયું છે. સતર્કતાના ભાગરૂપે વન વિભાગે સ્થળ પર પીંજરું મૂક્યું હતું, પરંતુ દીપડો હોવાના કોઈ પુરાવા ન મળતાં પીંજરું હટાવી દેવામાં આવ્યું છે. સાથે જ કર્ણાવતી ક્લબથી રિંગ રોડ તરફ દીપડો દેખાયાનો દાવો પણ ખોટો હોવાનું વન વિભાગે સ્પષ્ટ કર્યું છે
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
