<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

અમદાવાદના શેઠ CN વિદ્યાલયમાં શિક્ષકે વિદ્યાર્થીને 6 લાફા ઝીંક્યા: શિક્ષાત્મક કાર્યવાહી કરવા વાલીની માંગ

વાલીએ શિક્ષણ અધિકારીને ફરિયાદ કરતા શાળાને નોટિસ ફટકારાઈ : શાળાને નોટિસ આપી ઘટના અંગે ખુલાસો માંગ્યો

અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા  શેઠ CN વિદ્યાલયમાં શિક્ષકે વિદ્યાર્થીને લાફા ઝીંક્યા હોવાની ઘટના બની હોવાની ફરિયાદ સામે આવી છે. શિક્ષકે વિદ્યાથીને ધડાધડ 6 લાફા ઝીંકી દીધા હતા લાફા ખાનાર વિદ્યાર્થીના વાલીએ, લાફા મારનાર શિક્ષક સામે શિક્ષાત્મક અને નિયમ અનુસાર કાર્યવાહી કરવા માગ કરી છે. વાલીએ શિક્ષણ અધિકારીને ફરિયાદ કરતા શાળાને નોટિસ ફટકારવામાં આવી છે. શાળાને નોટિસ આપી ઘટના અંગે ખુલાસો માંગ્યો છે. સમગ્ર ઘટના CCTV પણ સામે આવ્યા છે .

(7:32 PM IST)