તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
ટેટ પરીક્ષા પ્રશ્ને શનિવારે ગાંધીનગરમાં શિક્ષકોનું વિરોધ પ્રદર્શનઃ ૩૦ હજાર શિક્ષકો ઉમટશે
ર૦૧૦ પહેલાના શિક્ષકોને ટેટમાંથી મુકિત આપવા માંગ

રાજકોટ, તા. ૯: શિક્ષકો માટે ટેટની પરીક્ષા મુદે શિક્ષકોનું આંદોલન ચાલી રહયુ છે. તા. ૧૧ ના ૩૦ હજારથી વધુ શિક્ષકો ગાંધીનગર કુચ કરવાનું એલાન આપવામાં આવ્યું છે.
શિક્ષણ ક્ષેત્રે ગુણવતા સુધારના શૈક્ષણીક સેવા સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા ભવિષ્યમાં પ્રમોશન મેળવવા માટે ટેટ પરીક્ષા પાસ કરવી હવેથી કાયદાકીય રીતે ફરજીયાત રહેશે. આ નિર્દેશ બાદ રાજયભરના શિક્ષકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. વર્ષ ર૦૧૦ પહલા ભરતી થયેલા શિક્ષકો આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરી રહયા છે.
ગુજરાત રાજયના તમામ જિલ્લાઓમાં કલેકટરને આવેદન આપી ધરણા-દેખાવો કર્યા હતા. હવે તા. ૧૧ જુલાઇએ ગાંધીનગર ખાતે રાજયકક્ષાનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધીનગર ખાતે પ્રદર્શનમાં ગુજરાતના ૩૦ હજારથી વધુ શિક્ષકો ઉમટી પડવા આહવાન કરવામાં આવ્યું છે.
ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષકો પણ સરકાર સામે મોરચો ખોલવા ગાંધીનગર જઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ટેટ ફરજિયાતના નિર્ણય બાદ રાજ્યમાં ૨૦૧૦ પહેલાં ભરતી થયેલા શિક્ષકોમાં અસંતોષ ફેલાયો છે. જેથી ૨૦૧૦ પહેલાના શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાની માગ સાથે રાજ્યભરમાં જિલ્લા કક્ષાએ વિરોધ અને ધરણા પ્રદર્શન કર્યા હતા. છતાં પણ માંગણીઓ ન સ્વીકારવામાં આવતા હવે ગાંધીનગરમાં શિક્ષકો ધરણા પ્રદર્શન કરશે. ૧૧ જુલાઈએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ૩૦ હજારથી વધુ શિક્ષકો જોડાશે. ૨૦૧૦ પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાની માંગ સાથે દિવસ ધરણા પ્રદર્શન કરશે
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
