તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 3rd July 2026
અમદાવાદ સીપી તરીકે બદલાયેલ અનુપમસિંહ ગેહલોતને વિદાય આપવા અશ્રુભીની આંખો, બેનરો સાથે સુરતવાસીઓ ઉમટી પડયા
લોકોને હવે સારા નરસા અધિકારીથી કોઈ ફેર પડતો નથી, એવી IPS અને IAS આધિકારીઓની ફરિયાદનો લોકોએ આખરે નિકાલ કર્યો હું સુરતથી જાઉં છુ, તમારા દિલમાંથી નહિ, મારાં દરવાજા તમારા માટે ખુલ્લા જ રહેશેઃ શહેરમાં હોર્ડિગ્સ લાગતા ભાર હ્દયે પડઘો

રાજકોટ, તા.૩: સુનિયર ips અને પ્રજા, પોલીસના હદયમા સ્થાન ધારાવતા સુરતના પોલિસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સુરતથી ગુજરાતના એક યુગના પાટનગર અમદાવાદ પોલિસ કમિશનર તરીકે બદલી થતા તેમને અશ્રુભીની આંખો અને ભારે હદયે વિદાય આપવા આવેલ પોતે લોકોની લાગણી જોઈ ભાંગી ન પડાય તે માટે બહારથી ખૂબ મક્કમતા દાખવી, વાતાવરણ હળવું બનાવવા પ્રયત્ન કરેલ.
પોતાની બદલીથી વ્યથીત બનેલ અંગત સ્ટાફ અને લોકો માફક પોતાના તરફ અપાર લાગણી ધારાવતા સહુને કહ્યું હૂ સુરતથી જાવ છુ, તમારા દિલમાંથી નહિ, તમારા માટે મારાં દરત્વાજા ખુલ્લા રહશે, કોઈ તકલીફ હોય ત્યારે અચુક જણાવશો. તેમણે સુરતવાસીઓને રાજકોટવાસીઓનો દાખલો આપતાં જણાવેલ કે, આટલા વર્ષ રાજ્કોટવાસીઓની અને મારી લાગણી યથાવત છે, મારૂ જ્યાં પોસ્ટિંગ હોય ત્યાં મને મલવા રાજકોટવાસીઓ અચૂક આવે, તેમને ત્યાં કોઈ પ્રસંગ હોય ત્યારે મને નિમંત્રણ હોય, મે જ્યાં જ્યાં ફરજ બજાવો ત્યાં લોકો, પોલીસ સ્ટાફ સાથે આ પ્રકારના સંબંધ છે.
હૂ સુરતથી જાવ છૂ, તમારા દિલમાંથી નહિ, અશ્રુભીની આંખે વિદાય આપવા આવેલ સુરતવાસીઓ અને પોલીસ સ્ટાફને વિશેષમા કહ્યું અમદાવાદમાં પાણ મારાં દરવાજા તમારા માટે સદા ખુલ્લા રહેશે.
રાજકોટનો દાખલો આપી જણાવ્યું કે, અમે અરસ પરસ એક બીજાં સાથે આટલા વર્ષે પણ ખૂબ લાગણી ભર્યા સંબંધ રાખીએ છીએ, હૂ જે શહેરમા હોવ ત્યાં રાજકોટના લોકો મળવા આવે, મે જયા જયા ફરજ બજાવી છે, ત્યાંનો લોકો, પોલીસ, પ્રેસ તરફથી ખૂબ પ્રેમ મળ્યા છે.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
