તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
૯મી મે સુધી તાપમાન ૩૮ થી ૪૩ ડીગ્રી વચ્ચે રહેશે : સોમવારથી પવનનું જોર ઘટશે
અમદાવાદ, ગાંધીનગર, ધોળકા અને રાજકોટમાં પારો ૪૦ થી ૪૩ ડીગ્રીની રેન્જમાં રહેશે : કયારેક વાદળો છવાશે

(જયેશ ભટાસણા) ટંકારા : સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે તા. ૨મે થી ૯મે સુધીની આગાહીમાં જણાવાયું છે કે આ દિવસોમાં તાપમાન મોરબીમાં ૩૮ ડિગ્રીથી ૪૦ડિગ્રીની રેન્જમાં રહેશે અમદાવાદ. ગાંધીનગર, ધોળકા, રાજકોટ જેવા ગરમ શહેરોમાં તાપમાન ૪૦ થી ૪૩ ડિગ્રીની રેન્જમાં જોવા મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સાઉથગુજરાતના જે બિલકુલ કાંઠા વિસ્તારોમાં તાપમાન સામાન્યથી નીચું જોવા મળશે.
પવન મુખત્વે પヘમિ દક્ષિણ પヘમિ દિશાનો રહેશે પવનની ઝડપ હજુ બે દિવસ ૨૫ થી ૩૦ કિ.મી. અને ઝટકાના પવન ૪૦ કિ.મી. રહી શકે. ૪તારીખથી પવનનું જોર ઘટશે.
આગામી સમયમાં કેટલાક દિવસ વહેલી સવારે વાદળો જોવા મળશે. દિવસ દરમ્યાન આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. સાઉથગુજરાતના અમુક વિસ્તારો અને જૂનાગઢ, વેરાવળ સહીત કાંઠા વિસ્તારમાં ભેજવાળા પવનને લીધે અમુક દિવસ છાંટા છુંટી કે હળવા ઝાપટા પડી શકે છે, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખાસ કોઈ મોટુ માવઠું નથી.
મેં મહિનાના બીજા અઠવાડિયામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને એકટીવ થશે અને મજબૂત સિસ્ટમ્સ બને તેવી શકયતા છે. રમેશ બસિયા (નાના ખીજડીયા ટંકારા )
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
